Maha Gujarat
Other

શ્રી રોટલીયા હનુમાનજીનો પ્રથમ પાટોત્સવ-રોટલીયોત્સવ ઉજવાશે

સમગ્ર વિશ્ર્વનું અનોખું પાટણનું રોટલીયા હનુમાન મંદિર : જ્યાં દાદાને ફક્ત રોટલીઓનો પ્રસાદ ધરાવાય છે

મંદિર તો આપણે અનેક જોયા હશે પરંતુ આજેે આપને જે મંદિર બતાવવા જઈ રહ્યા છીએ તે મંદિર સમગ્ર વિશ્વમાં અનોખું અને અનોખી સેવા પૂરી પાડે છે. આવુ અનોખું મંદિર એ પાટણ શહેરમાં આવેલું છે. મંદિરોના અનેક ઇતિહાસ અને અનેક વૈભવ આપણે જોયા હશે, પરંતુ અબોલ પશુ પક્ષીઓના ભૂખ્યાં પેટનો ખાડો પુરે તેવું એકમાત્ર મંદિર પાટણમાં આવેલું છે. આ મંદિરમાં માત્ર રોટલીનો જ પ્રસંદ ચઢે છે. ત્યારે શું છે રોટલીયા હનુમાન મંદિરનું મહત્વ.
પાટણના હાંસાપુર રોડ ઉપર આવેલુ રોટલીયા હનુમાન મંદિર એ સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે કે જે મંદિરનો ઉદ્દેશ અનોખો છે. આમ તો હનુમાન દાદાના મંદિરે સિંદૂર કે વડા ચઢાવાતા હોય છે. પરંતુ પાટણમાં આવેલ રોટલીયા હનુમાનને માત્ર રોટલા તેમજ રોટલીનો પ્રસાદ ચડે છે. હનુમાનના નામની વાત કરવામાં આવે તો હનુમાન દાદાના અનેક નામ છે. પરંતુ રોટલીયા હનુમાન દાદા એ સમગ્ર જગતમાંનાં એકમાત્ર પાટણમાં છે. આ રોટલીયા હનુમાન અબોલ જીવોના પેટનો ખાડો પુરવાનું કામ કરે છે. આ વાત જાણીને આશ્ચર્ય થશે કે, હનુમાન દાદા અબોલ જીવોના પેટનો ખાડો કેવી રીતે પૂરતા હશે. તો આપને જણાવી દઈએ કે, અહીં રોટલીયા હનુમાન મંદિરે હનુમાન દાદાને રોટલી કે રોટલા સિવાયનો અન્ય કોઈપણ જાતનો પ્રસાદ ચડતો નથી. પાટણ તેમજ આસપાસના લોકો રોટલીયા હનુમાન દાદાનાં દર્શને આવે ત્યારે ઘરેથી રોટલી કે રોટલો જરૂર લેતા આવે છે. તો સાંજ પડે મોટી માત્રામાં રોટલા રોટલીઓ મંદિરના વ્યવસ્થાપકો ભેગા કરે છે અને તે રોટલાઓને અબોલ શ્વાનોને ખવડાવવામાં આવે છે. રોટલીયા હનુમાન મંદિરથી આજે પાટણ શહેરના અનેક શ્વાનો આનંદથી રોટલા રોટલી ખાઈને પોતાની જઠરાગ્ન ઠારી રહ્યાં છે.


તા. 15 એપ્રિલ, 2023 શનિવાર સાંજે 7.00 કલાકે સમગ્ર પાટણ શહેર, તાલુકો અને જિલ્લા વાસીઓ સૌ પોત પોતાના ઘરે કે પછી સોસાયટી-મહોલ્લા-પોળ-શેરી કે દુકાન ઓફીસ કે શોપિંગ સેન્ટરમાં એકત્ર થઈ સામુહિક રીતે અથવા ઘરે બરાબર 7.00 કલાકે ઓછા માં ઓછુ એક વાર હનુમાન દાદા ની હનુમાન ચાલીસાનો પાઠ કરવો/કરાવવા અપિલ કરાઇ છે.


તા. 16 એપ્રિલ, 23 રવિવારે મારા ઘર નો એક રોટલો રોટલીયા દાદાને 16 તારીખ સવારે આખા પાટણ શહેર ના સૌ પરિવારો ને સવારે દરેક સમાજ ના સૌ પરિવાર ની માતા બહેનો પોતપોતા ના ઘરે રોટલીયા દાદા માટે એક રોટલો કે રોટલીઓ ખાસ દાદા માટે બનાવી શ્રી રોટલીયા દાદા એ પહોંચડા અપિલત કરાઇ છે.


મુંગા અબોલ જીવો માટે આજે દાદા ની પ્રાણ પ્રતિષ્ઠા નો પ્રથમ વર્ષીકોત્સવ નિમતે રોટલો કે રોટલી દરેક ધરે થી બનાવી અને દાદા ને પહોંચડો મંદિરના સંચાલકો તરફથી અપિલ કરાઇ છે.
તા. 16 એપ્રિલ 2023 રાત્રે 9.00 કલાકે ભવ્ય ડાયરો યોજાશે
દૂધ શીત કેન્દ્ર પાછળ, મલ્હાર બંગ્લોજ પાસેના મેદાનમાં પાટણ.
– શ્રી કીર્તિદાન ગઢવીજીનો ભવ્ય લોકડાયરો મુંગા જીવોના લાભર્થે આ પ્રસંગે રખાયેલ છે.
– ડાયરામાં આવનાર સર્વે એ પ્રવેશ માટે એક રોટલો કે રોટલીઓ ફરજિયાત આપવી પડશે રોટલો રોટલી પ્રવેશ દ્વાર પર આપશો પછી જ પ્રવેશ મળશે
– રોટલા/રોટલી (50.100.1000 કે તેથી વધુ નંગ રોટલા/રોટલી) ની પણ ઘોર કરવા માટે ને ત્યાં કાઉન્ડર પર રોટલા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. તેવું પણ જણાવેલ છે.
જે અગાઉ નોંધાવવાની રહેશે.
આ શ્રી રોટલીયા હનુમાનજી મંદિરે સંપર્ક કરવા વિનંતી
અનિલ પટેલ – મો. 99041 00980
વિનયસિંહ ઝાલા – મો. 99257 55000
રાહુલ પટેલ – મો. 99250 23249
સ્નેહલ પટેલ – સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ
શ્રી રોટલીયા દાદા પરિવાર, પાટણ તરફથી ખાસ અપિલ કરાઇ છે.
(હર્ષદ ખમાર)

Related posts

આ વખતે વિશ્ર્વપ્રસિધ્ધ પટોળાના વસ્ત્રો પરિધાન કરી સૌ પ્રથમવારભગવાન જગન્નાથજી પાટણ નગરની પરીક્રમાએ નિકળશે

mahagujarat

પાટણના પ્રાંતઓફિસર મિતુલભાઇ પટેલે રામરહીમ અન્નક્ષેત્ર ભવનની મુલાકાત લીધી

mahagujarat

પાટણથી આવતી – જતી ટ્રેનોનું સમય પત્રક….

mahagujarat

ધોળકા ખાતે કેડિલા ફાર્માસ્યુટીક્લ્સ પરિસરમાં સનાતન ધર્મધામ મંદિરનું નિર્માણ : ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

mahagujarat

‘મહાગુજરાત’માંથી પાટણ જિલ્લાના પ્રથમ દૈનિકના સફળ તંત્રી થનાર શ્રી મહેન્દ્રભાઇ ખમાર મારી નજરે… લેખક : શશીભાણ

mahagujarat

ભારત વિકાસ પરિષદ-પાટણ ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ

mahagujarat

Leave a Comment