પાટણના પ્રાંત ઓફિસર શ્રી મિતુલભાઇ પટેલે આજે પાટણના પ્રખ્યાત રામરહીમ અન્નક્ષેત્રની તેમના પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેઓશ્રી રામરહીમ અન્નક્ષેત્રની ભૂખ્યાઓને રોજ ભોજન આપવાની પ્રવૃત્તિથી ખૂબ જ પ્રભાવિત થયેલ. તેઓશ્રીએ આજના લાભાર્થીઓને ભોજન પણ પીરસવાનો લાભ લીધો હતો. પ્રાંત ઓફિસર શ્રી મિતુલભાઇ તેમના ધર્મપત્ની શ્રીમતી ધર્મિષ્ઠાબેને રામરહીમ અન્નક્ષેત્રની પ્રવૃત્તિઓના ભરપેટ વખાણ કરેલ.
આ સંસ્થા દ્વાર ધો. 10 અને 12ના પુરકશિક્ષણના વર્ગો ચાલતા હોવાનું જાણી સૌ ટ્રસ્ટીઓ-કાર્યકરોને અભિનંદન આપેલ. તેમના દિકરાના આજના જન્મદિનની ખુશાલીમાં તિથીદાન પણ કરેલ.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ યતિનભાઇ ગાંધી, ગિરીશભાઇ પટેલ, દિલીપભાઇ સુખડીયા, હર્ષદભાઇ ખમાર, શંકરભાઇ પટેલ હાજર રહેલ.