સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અટકાવવામાં નહિ આવે તો વિરોધ પ્રદશિર્ત કરવાની ચિમકી..
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના ઉર્જા મંત્રીને પત્ર લખીને પાટણ શહેર અને જિલ્લામાં સ્માર્ટ મીટર ન લગાવવા રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ ધારાસભ્ય દ્વારા ઊર્જા મંત્રીને લખાયેલા પત્રમાં તેઓએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના આર. ડી. એસ.એસ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ વીજ ગ્રાહકોના મીટર સ્માર્ટ મીટર કરવા માટે ઓર્ડર આપવામાં આવેલ છે, જે અંતર્ગત હાલમાં પાટણ શહેરમાં સ્માર્ટ મીટર લગાવા માટે ઉત્તર ગુ.વિ.ક.લિ ધ્વારા સુચના આપવામાં આવેલ છે.
હાલમાં રાજ્યમાં અમુક શહેરોમાં જાહેર જનતા ધ્વારા સ્માર્ટ મીટર યોજનાનો વિરોધ કરેલ છે, જેથી સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરેલ છે અને ઉર્જા સચિવ દવારા રાજ્યમાં હવેથી સ્માર્ટ મીટર લગાવવા માં નહિ આવે એવી જાહેરાત કરેલ હોવા છતાં ફરીથી પાટણ જીલ્લા થી શરૂઆત કરવાની સુચના આપેલ છે જે યોગ્ય નથી. પાટણ જીલ્લો આર્થિક રીતે પછાત જીલ્લો છે.
જિલ્લામાં મોટા ભાગની વસ્તી નાના વેપારી, ખેડુત અને ખેત મજુરો છે. જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગ ધંધા નથી. જિલ્લામાં સરકારી કે પ્રાઇવેટ નોકરી ની તકો ઘણી ઓછી છે.
પાટણ શહેરમાં પણ મોટા ભાગે લારી કે ગલ્લા પર ગુજરાન ચલાવતા અને નજીવી આવક ધરાવતા વેપોરીઓ છે, જે સ્માર્ટ મીટરના મોટા વીજ બીલો ભરવા માટે સક્ષમ નથી. આવા સંજોગો માં સ્માર્ટ મીટર ની શરૂઆત પાટણ શહેર કે જીલ્લા માંથી કરવી યોગ્ય નથી. તો આ બાબતે પુન:વિચારણા કરી પાટણ શહેર અને જીલ્લા માં સ્માર્ટ મીટરો નહિ નાખવા તેઓ દ્રારા આગ્રહ ભરી વિનંતી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સાથે સાથે સ્માર્ટ મીટર થી વધુ બીલો આવે તો તેની ફરિયાદ સાંભળવાની અને તેના નિકાલ કરવા માટે ની કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી નથી. જનતા તેની ફરિયાદ કયાં કરે, કેટલા દિવસો માં ફરિયાદ નો નિકાલ કરવામાં આવશે,
ન્યાય ના મળે તો અપીલ કોને કરી શકશે તેનું પણ કોઇજ આયોજન કરેલ નથી કે જાહેર જનતા ને આ તમામ બાબત જાણવા નો બંધારણીય અધિકાર હોવા છતો કોઈ જાણ કરવામાં આવેલ નથી,
વળી હાલ લગાવેલા મીટર બાબતે પ્રજાને કોઈ તકલીફ કે ફરિયાદ પણ નથી અને સરકાર પાસે આવા સ્માર્ટ મીટર લગાવી કરોડો ના ખોટા ખર્ચ શા માટે કરવામાં આવે છે એનો કોઈ ચોક્કસ જવાબ પણ નથી અને હોય તો ઉર્જા મંત્રી એ ગુજરાતની જનતા માટે જાહેર પણ કરવો જોઈ એ તેવું મારું માનવું છે.
વધુમાં આ બાબત ઈલેક્ટ્રીસીટી એકટ વિરુદ્ધ હોવા ની પીટીશન પણ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પણ થયેલ છે, આ તમામ બાબતોને પરિણામે જનતા માં અસંતોષ થાય અને વિરોધ થાય એ સ્વાભાવિક છે. અધૂરા આયોજને આ સ્માર્ટ મીટર લગાવવાની કામ ગીરી પાટણ જીલ્લા કે શહેરમાં નહિ કરવા તેઓએ અપીલ કરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ શહેર અને જિલ્લામાં જો આવા મીટર નાખવાની કામગીરી કરવામાં આવશે તો જનતાને સાથે રાખી અમારે પણ વિરોધ કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ પાટણ ધારાસભ્ય એ ઉચ્ચારી છે.