આજે જ્યારે સમગ્ર ગુજરાતમાં ફૂડ સેફટી પખવાડ્યું તારીખ 3 /10 /2024 થી 17 /10 /2024 સુધી ઉજવી રહ્યું છે ત્યારે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત, શેઠ એમ એન સાયન્સ કોલેજ પાટણ અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્ર અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય પાટણ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે ખોરાકમાં ભેળસેળ અને સલામતી પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.રાષ્ટ્ર સમાજ કે વ્યક્તિના વિકાસ માટે બે પાયાની બાબત છે.
શિક્ષણ અને આરોગ્ય.આજે જ્યારે ખોરાકમાં ભેળસેળ કરીને વ્યક્તિના આરોગ્ય સાથે છેડા કરવામાં આવે છે ત્યારે શેઠ એમ.એન. સાયન્સ કોલેજ પાટણના ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી,પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્ર પાટણ અને ખોરાક અને ઔષધ નિયમન કચેરી પાટણ એ એક દિવસનો ફૂડ એડલ્ટેશન અને સેફ્ટી (ખોરાકમાં ભેળસેળ અને સલામતી) પર યોજવામાં આવેલ વર્કશોપ માં મહેમાન તરીકે કર્નલ સુશીલ કુમાર દહિયા, 7 ગુજરાત બટાલિયન મહેસાણા, NGES કેમ્પસના CDO પ્રો. જયભાઈ ધ્રુવ, આદર્શ વિદ્યા સંકુલના પ્રમુખ શ્રી રામજીભાઈ ચૌધરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણ જિલ્લાના અધિકારી કુ. આર આઈ ગઢવી, ફૂડ ઇન્સ્પેક્ટર એચ.પી. ગુર્જર ,સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. પી.જે વ્યાસ, પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડીનેટર શ્રી રણવીરભાઈ ચૌધરી, રસાયણશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. એમ પી બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં શેઠ એમ એન સાયન્સ કોલેજના ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ખોરાકો માં થતી ભેળસેળ ઉપર પ્રયોગો કર્યા હતા. જેમાં દૂધ અને દૂધની બનાવટો, ફાસ્ટ ફૂડ થી થતા નુકસાનો અને આડ અસરો, વિવિધ ફળો, ખોરાક તથા ડ્રાયફ્રુટ માંથી મળતા ન્યુટ્રીશન, વધુ પડતી લેવામાં આવતી એલોપેથીક દવાઓ તથા એન્ટિબાયોટિક ની આડ અસરો અને તેની એક્સપાયરી ડેટ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અને વિવિધ માર્કાઓ, શ્રી અન્ન એટલે કે (મિલેટ્સ) જાડા અનાજ માંથી મળતા પ્રોટીન, વિટામિન, મિનરલ, માઈક્રો ન્યુટ્રિયન્ટ વગેરે સમજાવી તેમાંથી બનતી વિવિધ વાનગીઓ જેવી કે રાબ, ચોકલેટ, સુખડી, કુલેર વિવિઘ વાનગીઓ થકી વર્લ્ડ ફૂડ બાસ્કેટ ભારત ૨૦૨૪ નીપ્રદર્શની મૂકવામાં આવી હતી.
પ્રો. જય ધ્રુવ દ્વારા આઈસીના વિદ્યાર્થીઓના કામગીરીને સરાહના આપવામાં આવી હતી. ઉપરાંત ફૂડ ઓફિસર શ્રી એચ.ડી. ગુર્જર તથા કુમારી ગઢવી મેમ દ્વારા વિદ્યાર્થીઓને વર્કશોપ માં મદદરૂપ થવા ખાતરી આપી હતી. કર્નલ સુશીલકુમાર દહિયા દ્વારા વિદ્યાર્થીઓને કોઈપણ પદ પર રહેતા માનવતા માટે કાર્ય કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.આ વર્કશોપ ને નિહાળવા પાટણની ઘણી બધી સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ વર્કશોપ સફળ બનાવવા શ્રી એલ. એસ ભુતડીયા અને ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીના વિદ્યાર્થીઓ દ્વારા સખત મહેનત કરવામાં આવી હતી.