December 28, 2024
Maha Gujarat
OtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

અમદાવાદના સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી એ ચાણસ્મા રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી

અમદાવાદના સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી એ ચાણસ્મા રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી

આગામી સમયમાં પાટણ જિલ્લો એ સમગ્ર ભારતનો એકમાત્ર રેલવે કનેક્ટિવ રીંગરોડ ધરાવતા એક માત્ર જિલ્લા તરીકે ઉભરી આવશે.

અમદાવાદ પશ્ચિમના લોકપ્રિય પ્રભાવશાળી સાંસદ ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી થકી સમગ્ર ઉત્તર ગુજરાતના વર્ષો જુના રેલ્વે પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે જેમાં મહત્વપૂર્ણ કાંસા ભીલડી રેલવે લાઇનની કામગીરી પણ ઉલ્લેખનીય છે.

સાંસદ ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ આજે તેમના માદરે વતન ચાણસ્મા ખાતે નવીન તૈયાર થઈ રહેલ ચાણસ્મા રેલવે સ્ટેશનની મુલાકાત કરી હતી.

સાંસદ ડોક્ટર સોલંકીએ ધિણોજ ,ચાણસ્મા, હારીજ સુધી થયેલ મહેસાણા રાધનપુર રેલવે લાઇનની કામગીરીની પણ સમીક્ષા કરી હતી આ ઉપરાંત તેમણે ઉપસ્થિત ઉચ્ચ રેલવે અધિકારીઓને નિર્દેશ કર્યો હતો કે રેલવેના કારણે સામાન્ય પ્રજાજનોને મુશ્કેલીના પડવી જોઈએ તે માટે નવનિર્મિત ચાણસ્મા રેલવે સ્ટેશન ઉપરાંત આ રૂટ ઉપર થનાર તમામ રેલવે સ્ટેશન ઉપર ફુટ ઓવરબ્રિજની સાથે લિફ્ટ અને એસ્કેલેટરની પણ સુવિધા નું આયોજન કરવામાં આવે તેમજ રેલવેના બંને છેડા ઉપર લોકો સરળતાથી અવર જવર કરી શકે તે માટે સ્થાનિક લોકોની માગણી પ્રમાણે અંડરપાસનું પણ સત્વરે નિર્માણ થાય તે જરૂરી છે. તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

ચાણસ્મા રેલવે સ્ટેશન ભવિષ્યમાં જંકશન રેલ્વે સ્ટેશન નું સ્વરૂપ લઈ શકે તે માટે તેમણે જણાવ્યું હતું કે મારા પ્રયાસો થકી આ  બ્રોડ ગેજ રેલવે લાઇનની કામગીરી ચાલી રહી છે. તદ ઉપરાંત વિરમગામ શંખેશ્વર રેલ્વે લાઈન માટે પણ સર્વે પરિપૂર્ણ કરાવેલ છે. આગામી સમયમાં શંખેશ્વર સમી રેલવે લાઇનનું કામ થાય તે માટેના મારા સંનિષ્ઠ પ્રયાસો રહેશે.

બહુચરાજી રેલ્વે લાઈન નિર્માણમાં પણ તેમણે તેમની મહત્વપૂર્ણ કામગીરીની માહિતી આપી હતી અને કહ્યું હતું કે વિરમગામ, શંખેશ્વર, બહુચરાજી, શંખેશ્વર અને શંખેશ્વર સમી રેલવે લાઇન હાલની ધીણોજ રાધનપુર રેલવે લાઇન સાથે કનેક્ટ થાય અને આ વિસ્તારના લોકોને ખાસ કરીને સમગ્ર ભારતના મહત્વપૂર્ણ જૈન તીર્થ શંખેશ્વર, શક્તિપીઠ  શ્રી બહુચરાજી ખાતે દર્શનાર્થીઓ , ભક્તજનોની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ” સરળ રેલયાત્રા વિકાસ” પોલિસીનો લાભ મળે તે જરૂરી છે આગામી સમયમાં પાટણ જિલ્લો એ સમગ્ર ભારતનો એકમાત્ર રેલવે કનેક્ટિવ રીંગરોડ ધરાવતા એક માત્ર જિલ્લા તરીકે ઉભરી આવશે. કાંસા ભીલડી રેલ્વે લાઈન ઉપર આગામી સમયમાં અનેકવિધ નવી લાંબા રૂટની ટ્રેનો પણ શરૂ કરવામાં આવનાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમી, હારીજ અને પાટણ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પદા ધિકારી તરીકે અનેક વર્ષો સુધી રાષ્ટ્ર નિર્માણ માટે કાર્ય કરેલ છે. અને તેમના આ વિસ્તારના વિશાળ અનુભવનો લાભ આજે સ્થાનિક પ્રજાજનોને તેમના પ્રધાનમંત્રી કાર્યકાળ સમયમાં વિકાસશીલ યોજનાઓ થકી મળી રહ્યો છે. તેવું તેમણે કહ્યું હતું.

આજની આ બેઠકમાં અરુણ કુમાર સાધુ પૂર્વ ડિરેક્ટર ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ, પ્રમુખ શ્રી ચાણસ્મા નગરપાલિકા,રેલવેના ઉચ્ચ અધિકારીઓ સર્વશ્રી શિવેન્દ્રસિંહ એન્જિનિયર, સંજય કુમાર યાદવ, સહાયક વાણીજ્ય પ્રબંધક ઉપરાંત ઉપરાંત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*             રણુંજ, ચાણસ્મા, બહુચરાજી રેલલાઇનનું કામ ઝડપથી પૂર્ણ કરવા.

*             ચાણસ્મા-હારીજ રેલ જોડાણ ઝડપથી પૂર્ણ કરી હારીજ-રાધનપુરનું જોડાણ કરવા.

*             સમીથી જૈન યાત્રાધામ શંખેશ્ર્વર અને શંખેશ્ર્વરથી આગળ વીરમગામ સાથે જોડાણ કરવા.

*             પાટણ-ભિલડી રેલ લાઇન ઉપર આવેલ કાંસાથી જૂની કાકોશી લાઇન જોડી તેને અમદાવાદ-દિલ્હી મુખ્યલાઇન ઉપર આવેલ છાપી સાથે જોડાણ કરવા રજૂઆત-ચિંતન કરાયું.

(હર્ષદ ખમાર દ્વારા)

 

Related posts

પાટણના અગાશીયા વીરદાદા મંદિરનાો પાટોત્સવ યોજાયો…

mahagujarat

બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠન પાટણ દ્વારા દશાબ્દિ વર્ષે અનેક સંકલ્પ

museb

સાંસદની ગ્રાન્ટમાંથી મેં ક્યારે કમીશન લીધું નથી : ભરતસિંહ ડાભી

museb

“જીવન એક આનંદોત્સવ” વિષય અંતર્ગત જાણીતા લેખિકા અને મહર્ષિ અરવિંદના સાધિકા સુ.શ્રી જ્યોતિબેન થાનકીનું માનનીય વક્તવ્ય યોજાયું .

mahagujarat

પાટણના લેઉઆ પાટીદાર સમાજના બે સગા ભાઈઓના હૃદય રોગના હુમલો આવતા અકાળે દુ:ખદ અવસાન

mahagujarat

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંગદાન-જનજાગરણ કાર્યક્રમ યોજાયો

museb

Leave a Comment