Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

પાટણમાં બુથ પ્રમુખ, કાર્યકર્તાઓનું સંમેલ યોજાયું

આપણે મોદી સાહેબને જીતાડવાના છે : સી.આર. પાટીલ

લોકસભાની 543 બેઠકો ઉપર મોદી સાહેબ ચૂંટણી લડી રહ્યા છે.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પાટણના આર્શિવાદ પાર્ટીપ્લોટમાં પાટણ લોકસભાના બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્રના સંયોજકો તથા કાર્યકર્તાઓના સંમેલનમાં હાજરી આપી હતી. આ સંમેલનને સંબોધતા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું કે, “દેશની 543 બેઠકો ઉપર વડાપ્રધાન મોદી સાહેબ ચૂંટણી લડી રહ્યા છે. આપણે મોદી સાહેબને જીતાડવાના છે આ માટે કાર્યકર્તાઓ પોતાનો ગમો, અણગમો, દુ:ખ મનદુ:ખ ભૂલી કામે લાગી જાય. વડાપ્રધાન મોદીને ત્રીજી વખત વિજતા બનાવીને હેટ્રીક કરવા, કેવા પ્લાનીંગ સાથે કામ કરવું તેની કાર્યકર્તાઓને તેમને ટ્રીક આપી હતી. પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની 182 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું. રાજ્યની જનતાએ 156ની રોકર્ડ બહુમતી આપી હતી, છતાં તેની ખુશી વ્યક્ત કરવાના બદલે 26 સીટો હારવા બદલ પાટીલે દુ:ખ વ્યક્ત કર્યું હતું. એ વખતે માત્ર કુલ 3 લાખ 5 હજાર મત ઓછા મળ્યા અને 26 બેઠકો ગુમાવી પડી આ વખતે એવી ચુક રહી ન જાય તે માટે તાકાત લગાવીને કામે લાગવા તેમણે કાર્યકરોને જણાવ્યું. પાટીલે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગત ચૂંટણીમાં જીતી ગયા તેનો ભારે અફસોસ વ્યક્ત કરેલ. કાર્યકરોએ વધું તાકાત લગાવી હોય તો જીગ્નેશ મેવાણી ઘરભેગા થઇ ગયા હોત.

આ પ્રસંગે કેબીનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, લોકસભા બેઠક પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ પ્રવચન કરેલ. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય અને લોકસભા ક્લસ્ટર પ્રભારી અમિત ઠાકર, લોકસભા સીટ પ્રભારી અશોક જોષી, નંદાજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ – ગીરીશ રાજગોર,  ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સરદારભાઈ ચૌધરી, જયશ્રીબેન દેસાઈ,જિલ્લા પંચાયત પ્રમુખ – હેતલબેન ઠાકોર, પૂર્વ મંત્રીઓ દિલીપ ઠાકોર અને રણછોડ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા, શક્તિ કેન્દ્રના પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પાટણમાં પહેલીવાર યોજાયો કીર્તિદાનનો અનોખો ડાયરો : પાટણનું આ અનોખું મંદિર

mahagujarat

હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો.

mahagujarat

પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, હેમ. ઉ.ગુ. યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ ડૉ. જીતેન્દ્ર પંચોલીનું દુ:ખદ અવસાન

museb

શનિવારે જૈનાચાર્યના જન્મ દિને પાટણમાં ડૉક્ટર ફ્રી સેવા આપશે

museb

પાટણમાં કોંગ્રેસના રાહુલ ગાંધીની જંગી જાહેરસભા

museb

“ઓમ મરી મરી ને જીવવું ઇના કરતો ભગવોન લઇ લે તો હારું”……..

mahagujarat

Leave a Comment