અમદાવાદ મુંબઇ પછી હવે દેશની રાજધાની દિલ્હીમાં પણ પટોળામાંથી બનેલા વિવિધ પ્રકારનાં વસ્ત્રોનો આધૂનિક શો રુમ બનાવવાનું સાહસ
પાટણનાં વિશ્ર્વ વિખ્યાત પટોળાને શબ્દોનાં અલંકારોથી અલંકૃત કરવાની જરુર નથી. પટોળા એ સ્વયં શૃંગારિત છે. એટલે એને કોઈ વિશેષ્ાણોથી નવાજવાની પણ જરુર નથી. કારણ કે, આખા વિશ્ર્વ સુધી પાટણનાં પટોળાની ભાત અને તે ર્ક્તિીની સુવાસ પહોંચી ચુકી છે. અહીં વાત માત્ર પટોળાએ તેની પરંપરાગત માન્યતાઓનાં ઘેરાવામાંથી બહાર નિકળીને હવે વૈશ્ર્વિક ઓળખ બનવાની દિશામાં દોટ મૂકીને તે પાટણનાં માત્ર ત્રણ પરિવારોનો પેઢી દર પેઢીની કલાનું માત્ર રખોપું કરતો માત્ર વ્યવસાય નહિં બની રહેતાં તેણે હવે તેની અસલિયત અને તેનું અસલી પોત જાળવી રાખવાની સાથે હવે જાજરમાન શો રૂમોમાં જઈ પહોંચ્યુ છે. હવે પટોળું એટલે માત્ર સાડી કે હાથરૂમાલ કે શાલનાં સ્વરૂપમાં જ સિમિત રહેવાનાં બદલે તેણે વસ્ત્રપરિધાનનાં વિવિધ સ્વરુપો અને આકારો ધારણ કરી લીધું છે. આમ તો પટોળા અત્યાર સુધી પાટણમાં જ આવીને ખરીદી શકાતા હતા તેનાં બદલે અત્યારે તે અમદાવાદ-મુંબઇનાં શોરુમમાં ઉપલબ્ધ થયા છે. ટુંકમાં દેશની રાજધાની દિલ્હીમાં પણ પટોળા ભાતનો ભવ્ય શો-રૂમ શરૂ થઇ તેનો જાદુ લહેરાવાની તૈયારી છે.
પરંપરામાંથી પ્રદર્શન સુધી પહોંચેલા પટોળાને હવે લોકભોગ્ય બનાવીને તેને વ્યવસાયનાં વાઘા પહેરવવાનું કામ થઈ રહ્યું છે : પાટણના પટોળાનાં ક્સબી ‘નિર્મળ સાલવી’નાં ઉત્પાદનોથી પે્રરાઈને રીલાયન્સના નીતા અંબાણીએ એક મહિના સુધી એકઝીબીશન માટે પરવાનગી આપી
હા, પાટણનાં પટોળાની કલાને તેનાં યથાસ્વરુપમાં જાળવી રાખવાની સાથે તેને વ્યાવસાયિક સ્વરુપ આપવાનો પ્રયાસ થયો છે. આ કાર્ય પાટણનાં પટોળાનાં ક્સબી પરિવાર અશોકભાઈ સાલવીનાં ફરજંદ ‘નિર્મળભાઈ સાલવી’એ અદમ્ય સાહસ સાથે ઉપાડયુ છે. પાટણનાં ફાટીપાળ દરવાજા બહાર રોડ પર અંદરનાં ભાગે આવેલા અશોકભાઈ સાલવીનાં પટોળા હાઉસ ખાતે આજે નિર્મળ સાલવી સાથે વાર્તાલાપની તક મળી હતી. આ દરમ્યાન તેમણે પોતાનાં નવા સાહસ અંગે અથથી ઈતિ સુધી નિર્મળભાઈએ જણાવ્યુ કે, મારા મનમાં છેલ્લા કેટલાય સમયથી પાટણનાં પટોળાને કળાનાં સ્વરુપમાં જ જાળવીને તેને વૈશ્ર્વિક રીતે વ્યાવસાયિક સ્વરૂપ આપવાનો વિચાર ઘુમ્યા કરતો હતો. જેનાં પરિણામે અમદાવાદમાં પટોળાનો સીધુ ભવન રોડ શો રુમ શરુ ર્ક્યા પછી પણ આ વિચારનો વધારે વિસ્તાર કરવાની ભૂખ મને મુંબઈ લઈ ગઈ હતી.
મુંબઇના વોર્ડન રોડ ઉપર પણ એક વિશાળ શો રૂમ બનાવીને એમાં પટોળાની માત્ર સાડી જ નહિ પણ તેમાં ગળાની ટાઈ, કુર્તા, ખેશ સહિતનાં અનેક વસ્ત્ર સ્વરુપો પટોળામાંથી બનાવીને તેને સહજ રીતે લોકભોગ્ય બનાવવામાં આવ્યા છે. આ બધા જ શો રુમ પર માત્ર ‘નિર્મળ સાલવી પટોળા’ની બ્રાન્ડ નેઈમથી તેને પ્રોજેકટ કરવામાં આવ્યા છે. જે પ્રચલિત બની ચૂકી છે. તેમણે કહયુ કે, ભલે અમે અમદાવાદ કે મુંબઈનાં શો રુમોમાં પટોળાની વિવિધ રેન્જનાં વસ્ત્રોનું વેચાણ કરતા હોઈશું પરંતુ આ વસ્ત્રોનું ઉત્પાદન સ્થળ તો અમે અમારા પાટણ ખાતેનાં 11 યુનિટોમાં જ કરી રહયા છે.
ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને રાજ્ય સભાના સાંસદ રિલાયન્સ ના પરિમલ નથવાણી પણ આ એક્ઝિબિશન ની મુલાકાત લીધી
જેમા અત્યારે 170 મહિલા કર્મચારીઓ સહિત 410 કારીગરો કામ કરીને રોજગારી આપી રહયા છીએ. અહી ઉત્પાદિત માલ જ આ શો રુમોમાં વેચાણ માટે મૂકાઈ રહયો છે. આ વર્કશોપ અત્યારે અમારા પરિવારનાં વિરલ સાલવી, ઉજજવલ સાલવી સંભાળી રહયા છે. આ પટોળાની પ્રોડકટો આજે પણ રૂ. એક લાખથી રૂ. ત્રણ લાખ સુધીની રેન્જમાં છે. જે એજ ફ્રી ડાઈંગ અને વાનસ્પતિક રંગોમાંથી જ નિર્માણ થાય છે.
તેમણે મહત્વની જાણકારી આપતાં કહયુ કે, મુંબઈમાં અત્યારે રિલાયન્સ ફાઉન્ડેશનનાં નિતાબેન મુકેશભાઈ અંબાણીનાં બાંન્દ્રા કુલા ખાતેના નીતા અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતેનાં એક વિશાળ એકિઝબીશન હોલમાં તેમનાં પટોળાની વિવિધ પ્રોડકટોનું પ્રદર્શન ચાલી રહયુ છે. આ પ્રદર્શનમાં મુકેલા ઉત્પાદનો નિહાળીને અંબાણી પરિવાર એટલી હદે પ્રભાવિત થયો કે, તેઓએ અન્ય હસ્તકલા કારીગરોનાં સ્ટોલ માત્ર સાતેક દિવસ સુધી બોલાવ્યા હતા. જયારે અમને એક મહિના સુધી આ પ્રદર્શન ચાલુ રાખવાની સંમતિ આપી છે. અમારી પ્રોકડટોની સાથે બનારસી સાડી, વૈંકટગીરી, પ્રહરણી, કાંજીવરમ, પિછવાઈ જેવી તમામ કલાને પ્રોત્સાહન મળે તે માટે પ્રદર્શન સ્થળે તેનાં ઉત્પાદનનું જીવંત પ્રદર્શન કરવામાં આવી રહયું છે. અમારા પ્રદર્શનનો તમામ ખર્ચ રિલાયન્સ ફાઉન્ડેશન કરી રહયો છે. આમે અમારું રીલાયન્સ ફાઉન્ડેશન સાથે છેલ્લા સાત વર્ષથી ટાઇઅપ છે. તેમણે કહયુ કે, પાટણમાં 900 વર્ષ્ાથી પરંપરાગત વ્યવસાયની સીમારેખા અને કેટલીક માન્યતાઓની મર્યાદામાં બંધાઈ ગયેલી આ કલાને વિશ્ર્વસ્તરીય બનાવવામાં આવી રહી છે. અલબત્ત, પાટણનાં પટોળાનાં ક્સબીઓએ તેમનાં પટોળાને દેશવિદેશમાં યોજાતા વિવિધ પ્રદર્શનોમાં પ્રસ્તુત કરીને તેની ખ્યાતિને પ્રસરાવી જ છે. પરંતુ તેને વ્યાવસાયિક રીતે વિશ્ર્વ સમક્ષ્ા મુક્વાનું કામ પ્રથમવાર થયુ છે. તેની ખુશી અને ગૌરવ અશોકભાઇ સાલવી અને પુત્ર નિર્મળ સાલવી વ્યક્ત કરી હતી.
અમદાવાદના સિંધુભવન રોડ અને મુંબઈના વોર્ડનરોડ ઉપર નિર્મળ સાલવી પાટણના પટોળા નો વિશાળ શોરૂમ શરૂ કર્યા બાદ હવે દેશની રાજધાની દિલ્હીમાં પણ ભવ્ય શોરૂમ ખુલવા જઈ રહ્યો છે. મુંબઈના વોર્ડન રોડ ઉપર આવેલ શોરૂમનું ઇન્ટિરિયરલ નું કામ શાહરુખ ખાનની પત્ની ગૌરીખાને કયું છે .પટોળાની કલાથી શાહરુખ ખાન પરિવાર પણ ખૂબ જ પ્રભાવિત થયો હતો…
– અહેવાલ : ધર્મેન્દ્ર ત્રિવેદી
હર્ષદ ખમાર