પાટણ-મહેસાણા સાંજની 4-40ની ટ્રેન હવે સાંજે 4-25 કલાકે ઉપડી સવા પાંચે મહેસાણા પહોંચાડશે
પશ્ર્ચિમ રેલ્વે દ્વારા ટ્રેનોની સમયબદ્ધતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશથી મહેસાણા-પાટણ પેસેન્જર, પાટણ-મહેસાણા પેસેન્જર અને પાટણ-સાબરમતી ડેમૂ ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં 10 એપ્રિલ 2025થી ફેરફાર કરવામાં આવ્યા છે. જેની વિગતો નીચે પ્રમાણે છે.
(1) ટ્રેન નંબર 59483 મહેસાણા-પાટણ પેસેન્જર, મહેસાણાથી 12-10 કલાકને બદલે 12-30 કલાકે ઉપડશે તથા 12-42 કલાકે ધીનોજ, 12-49 કલાકે સેલાવી, 12-56 કલાકે રણુજ, 13-02 કલાકે સંખારી તથા 13-20 કલાકે પાટણ પહોંચશે.
(2) ટ્રેન નંબર 59476 પાટણ-મહેસાણા પેસેન્જર, પાટણ થી 16-40 કલાકેને બદલે 16-25 કલાકે ઉપડશે તથા 16-31 કલાકે સંખારી, 16-37 કલાકે રણુજ, 16-46 કલાકે સેલાવી, 16-53 કલાકે ધીનોજ તથા 17-15 કલાકે મહેસાણા પહોંચશે.
(3) ટ્રેન નંબર 79436 પાટણ-સાબરમતી ડેમૂ પાટણથી 12-30 કલાકને બદલે 12-10 કલાકે ઉપડશે તથા 12-16 કલાકે સંખારી, 12-22 કલાકે રણુજ, 12-30 કલાકે સેલાવી, 12-39 કલાકે ધિણોજ, 13-00 કલાકે મહેસાણા, 13-19 કલાકે આંબલિયાસણ, 13-30 કલાકે ડાંગરવા, 13-38 કલાકે ઝુલાસણ, 13-54 કલાકે કલોલ તથા 14-45 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેનનો કલોલ અને સાબરમતી વચ્ચે આગમન-પ્રસ્થાનનો સમય યથાવત રહેશે. યાત્રીઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના રોકાણ, માર્ગ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry. indianrail.gov.in પર જઇને અવલોકન કરી શકે છે.
હવે પાટણનાં પેસેન્જરોને મહેસાણા સ્ટેશનથી વડનગરથી વલસાડ આવતી-જતી ટ્રેનનો લાભ મળશે.
વડનગરથી વલસાડ જતી ઇન્ટરસીટી ટ્રેન મહેસાણાથી સાંજે 5-31 કલાકે ઉપડે છે. જ્યારે પાટણથી બપોરે 4-40 કલાકે ઉપડી મહેસાણા લોકલ ટ્રેન મહેસાણા 5-30 કલાકે પહોંચતી હતી જેથી પાટણના પેસેન્જરોને આ મહત્ત્વની વલસાડ ટ્રેનનો લાભ મળતો ન હતો. પરંતુ હવે પાટણથી મહેસાણા જતી ટ્રેનનો સમય 15- મિનિટ વહેલો કરતાં મુસાફરોને વલાસડ જતી ટ્રેનનું કનેકશન મળી શકશે. હવે મહેસાણા જતી ટ્રેન 4-40ના બદલે પાટણથી 4-25 કલાકે ઉપડશે જે મહેસાણા સ્ટેશને 5-15 કલાકે પહોંચતા વલસાડની આ લોકપ્રિય ટ્રેનનો લાભ પાટણ પંથકની જનતાને મળશે. બીજીતરફ વલસાડથી વડનગર આવતી ટ્રેન જે મહેસાણા સ્ટેશને 12-04 મિનીટે આવે છે. જ્યારે મહેસાણાથી પાટણ આવતી ટ્રેન 12-10 મિનીટે ઉપડતી હતી. જેથી પેસેન્જરોને પ્લેટફોર્મ બદલી પાટણની ટ્રેન મળતી ન હતી. હવે મહેસાણાથી પાટણ આવતી ટ્રેનનો 12-10ના બદલે 12-30નો સમય કરાયો છે. જેથી વલસાડ વડનગર ઇન્ટરસીટી ટ્રેનમાં વલસાડ, સુરત, વડોદરા, સાબરમતી, ગાંધીનગર તરફથી પાટણ આવતા પેસેન્જરોને વળતા પણ પાટણ આવવાનો લાભ મળશે. આ ટ્રેનનો સમય ફેરફાર કરવા મહાગુજરાત સાપ્તાહીકે સમાચારો પ્રસિધ્ધ કર્યા હતાં.
પાટણ વિકાસ પરિષદે પણ પાટણથી મહેસાણા આવતી જતી ટ્રેનનો સમયમાં ફરેફાર કરી વડનગર, વલસાડ ઇન્ટરસીટી ટ્રેનનો લાભ મળે તે માટે રજૂઆત કરી હતી.