સંગીતની નગરી પાટણ શહેરમાં રવિવારના રોજ સવારે ૯-૩૦ કલાકના સમયે હેમ. ઉ.ગુ. યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ભારતીય સંસ્કૃતિ વારસાનું અભિન્ન અંગ ભરત નાટ્યમ્ આરંગત્રમ્ ની પાટણની નર્તન નૃત્ય કલા સંસ્થા દ્રારા પ્રસ્તુતિ કરવામાં આવનાર છે.
જેમાં નૃત્ય કલાગુરુ શ્રીમતી મોના નાયક અને ધ્વની નાયક ના માર્ગદર્શન હેઠળ ચિ.અવની, ચિ. ધ્યાની અને ચિ. ખુશી તેમની નૃત્ય આરાધનાના માધ્યમથી પોતાની કલાને આરંગેત્રમ દ્વારા ભગવાનશ્રી નટરાજ તથા ગુરુને સમર્પિત કરશે.
નૃત્યની અભિવ્યક્તિના આ શુભ અવસરને બિરદાવવા તથા શુભાશીષ પાઠવવા કાર્યક્રમ ના અધ્યક્ષ પદે ડૉ. કિશોરભાઈ સી. પોરિયા કુલપતિ હેમ.ઉ. ગુ. યુનિ. પાટણ, ઉદ્ઘાટક પદે ડૉ.સ્મૃતિબેન વાઘેલા આસી. પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ,ફેકલ્ટી ઓફ પરફોર્મીંગ આર્ટ્સ એમ. એસ. યુનિવર્સિટી,વડોદરા, અતિથિ વિશેષ પદે નારણભાઈ એલ.ઠક્કર,ટ્રસ્ટી જલારામ સેવા ટ્રસ્ટ પાટણ ખાસ ઉપસ્થિત રહેનાર હોવાનું ભરત નાટ્યમ્ ના આયોજિત કાર્યક્રમમાં નિમંત્રક બંટુભાઈ આર.રાણા, આરતી રાણા, હષૅ, રાકેશ બી ઠક્કર, ડૉ. નિખિલ ખમાર, ડૉ. નિયતિ ખમાર, કિંજલ ઠક્કરે જણાવ્યું હતું.