પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહ રાવ લાઇબ્રેરી અને પાટણ નગર સેવા સદન ના સહયોગથી શ્રીમતી હર્ષાબેન ભરતભાઈ ના સૌજન્ય થી તથા અન્ય દાતાઓના સૌજન્યથી પાટણના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નગરજનો તથા ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બની રહેલ છે .જીમખાના દરવાજા પાસે આવેલ પાણીની પરબ છેલ્લા બે વર્ષથી અવિરત 24 કલાક પીવાનું શુદ્ધ ઠંડુ પાણીની વ્યવસ્થા પૂરી પાડી રહી છે .તેનો આ બાજુના લોકો લાભ રહી રહ્યા છે .આ વિસ્તારમાં સતત સવારથી સાંજ સુધી મુસાફરો, વિદ્યાર્થીઓ તથા જિમખાનાના રમતવીરો લાભ લઇ રહ્યા છે. અહીંયા મુસાફરોને બેસવા તથા ઉભા રહેવા માટે સગવડ મળી રહે તે હેતુથી અહીંયા દાતાઓના સહયોગથી બાંકડા મુકવામાં આવ્યા છે, તેમ જ આજે છાંયડો મળી રહે તે હેતુથી ઘટાદાર વૃક્ષોનું વૃક્ષારોપણ પ્રમુખ પ્રમુખ શ્રીમતી હિરલબેન તથા મનોજભાઈ ના હસ્તે કરવામાં આવ્યું છે.
આજના આ કાર્યક્રમમાં પાટણ નગર સેવાસદન ના પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર તથા કોર્પોરેટર મનોજભાઈ પટેલ તથા લાઇબ્રેરી નાં પ્રમુખ ડોક્ટર શૈલેષ સોમપુરા, મંત્રી મહાસુખ ભાઈ મોદી, રાજેશભાઈ પરીખ, સુનીલભાઈ,સંયોજક શ્રી નટુભાઈ દરજી ,અશ્વિનભાઈ નાયક, હસુભાઈ સોની, નગીનભાઈ ડોડીયા, દિલીપભાઈ પ્રજાપતિ, દેવેન્દ્રભાઈ ત્રિવેદી,મહેન્દ્રભાઈ પરમાર તથા વૃક્ષારોપણ નાં દાતા ભરતભાઈ ભાટિયા તેમજ આજુબાજુના રહીશો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશને વધાવ્યો હતો…