Maha Gujarat
Other

એક તેજસ્વી યુવતી પ્રિયા રાજેશભાઇ શાહ સાથે ખાસ મુલાકાત

મહેસાણાના જાણીતા એડવોકેટ શરદભાઇ શાહની પૌત્રી અને તબિબી દંપતી ડૉ. રાજેશ અને ડૉ. શેફાલીની પુત્રી

ધો. ૧૦માં ૯૯.૯૫ પર્સેન્ટાઇલ, ધો. ૧૨માં ૯૯.૯૯ પર્સેન્ટાઇલ મેળવી બોર્ડમાં અગ્રેસર રહી હતી

મહેસાણાના ડૉ. રાજેન શરદભાઈ શાહની પુત્રી પ્રિયાએ તાજેત૨માં આઈઆઈએમ કલકત્તામાં પ્રવેશ મેળવ્યો છે. સંભવત:- મહેસાણા જિલ્લામાંથી જાણીતી આઈઆઈએમ માં પ્રવેશ મેળવનાર તે પ્રથમ યુવતી છે. અમે આ તેજસ્વી યુવતીની મુલાકાત ૨જુ ક૨ીએ છીએ. જે બીજા યુવાન-યુવતીઓને માર્ગદર્શન અને પ્રેરણા પુરાં પાડશે.

પ્રિયાની શૈક્ષણિક કારકીર્દિ અતિઉજજવળ રહી છે. દસમા ધોરણમાં ૯૯.૯૫ ૫૨સેન્ટાઈલ અને બારમા ધોરણમાં સામાન્ય પ્રવાહમાં ૯૯.૯૯ ૫૨સેન્ટાઈલ અને ૯૬.૫૦ ૫૨સેન્ટ માર્કસ મેળવી બોર્ડમાં અગ્રસ્થાને રહી હતી. અમદાવાદની એચ.એલ.કોલેજ ઓફ કોમર્સમાં અભ્યાસ કરી ૮૮ % સાથે બી કોમ-ની ડીગ્રી હાંસલ કરી હતી. દરમિયાન સી.એ. ની ફાઉન્ડેશન અને ઈન્ટરમીડીયેટ પરીક્ષા સ્વપ્રયત્ને પસા૨ કરી હતી. ત્યારબાદ તેણીએ કેટની પરીક્ષામાં ૯૯.૯૫ ૫૨સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા હતા. આ પરીક્ષા દેશમાંથી ૩ લાખ લોકોએ આપી હતી. તે પ્રથમ ૮૦૦ માં સ્થાન મેળવી શકી હતી. જેથી દેશની બધી જાણીની આઈઆઈએમ સંસ્થામાંથી તેણે ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવી હતી. દેશની ત્રણ ઉત્તમ આઈઆઈએમ અમદાવાદ, બેંગ્લોર, કલકત્તા ગણાય છે. પ્રિયાને કલકતા આઈઆઈએમ માં પ્રવેશ મળતાં જૂન ૨૦૨૪ થી બે વર્ષના અભ્યાસક્રમમાં તે જાડાશે

પાટણના જાણીના વકીલ સ્વ. પુરૂષોતમદાસ શાહના પુત્ર શરદભાઈ શાહ મહેસાણાના જાણીત એડવોકેટ છે. તેમનો પુત્ર રાજેન ઈ.એન.ટી. સર્જન છે, પુત્રવધુ ડૉ. શેફાલી આંખના સર્જન છે. પ્રિયાએ સૌ કુટુંબીજનો અને ઉત્તર ગુજરાતને ગૌ૨વ અપાવ્યુ છે.

– તંત્રી

કેટની પરીક્ષા દેશભરમાંથી ૩ લાખ લોકોએ આપી હતી, જેમાંથી પ્રિયા પ્રથમ ૮૦૦માં સ્થાન મેળવી કલકત્તા આઇ.આઇ.એમ.માં પ્રવેશ મેળવ્યો

પ્રિયાનો આજના યુવાનોને સંદેશ : ‘તમારી શક્તિઓને પીછાણો, સ્વપ્નો જુઓ અને તેના સાકાર કરવા મચી પડો. નિયમિતતા, આત્મવિશ્ર્વાસ અને પૂરી તન્મયતાથી કામ કરો, સફળતા તમારા ચરણો ચૂમશે…’

પ્રશ્ર્ન   :  તારા માતા-પિતા સ્પેશ્યાલીસ્ટ ડોકટર, મામા કેન્સર નિષ્ણાત અને પપ્પાના કુટુંબમાં ૧૫ જેટલા ડોકટર હોવા છતાં તે ડોકટર થવાનું કેમ ન વિચાર્યુ?

જવાબ  :  સાચુ કહું તો બાળપણમાં ડોકટર થવાનો વિચાર આવતો હતો, કારણકે મમ્મી-પપ્પા બન્ને ડોકટર હતા. પરંતુ જેમ જેમ મોટી થતી ગઈ, મારો શોખ, વિચારો સમજતી થઈ ત્યારે મને લાગ્યું કે મેનેજમેન્ટનું ક્ષેત્ર મારા માટે વધુ અનુકૂળ રહેશે. રોબર્ટ ફોર્ટને યાદ કરી “I took the road, less travelled by”

પ્રશ્ર્ન   :  દસમાં ધો૨ણમાં, બા૨માં ધોરણમાં, કેટની પરીક્ષામાં અભ્યાસનું આયોજન કેવી રીતનુ કર્યુ ?

જવાબ  :  મારી દરેક પરીક્ષાની તૈયારીમાં મારો અભિગમ સ૨ખો જ રહયો છે. હું સમગ્ર અભ્યાસક્રમને વિભાજીત કરી દરેક દિવસ અને અઠવાડીયાનો ટારગેટ નકકી કરી દેતી. ટાઈમ ટેબલ બનાવી તેનું ચુસ્તપણે પાલન કરતી, નિયમિતતા અને સાતત્ય સફળતા માટે જરૂરી છે.

પ્રશ્ર્ન   :  તમે બારમાં ધો૨ણમાં ઈકોનોમીકસ જેવા વિષયમાં ૧૦૦ માર્કસ મેળવ્યા હતા. આવા perfectionist થવા શું કરતા હતા?

જવાબ  :  બોર્ડની પરીક્ષામાં હું પાઠયપુસ્તકનો સંપૂર્ણપણે અભ્યાસ કરતી હતી. મારો goal એ હતો કે હું વિષયને સંપૂર્ણપણે સમજું અને તેની સુંદર અને સ્વચ્છ ૨જુઆત કરું. આ કા૨ણે ઈકોનોમીકસ ઉપરાંત મને આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટમાં પણ ૧૦૦ માર્કસ મળ્યા હતા.

પ્રશ્ર્ન   :  તમારા અભ્યાસ દરમિયાન અનેક પરિબળો તમને ઉપયોગી થયા હશે અને કેટલીક પરિસ્થિતિ પ્રતિકૂળ પણ આવી હશે. તે બાબતે કંઈ જણાવી શકશો ?

જવાબ  :  સફળતા માટે ઘણાં પરિબળો કામ કરે છે. પરંતુ કુટુંબનુ વાતાવ૨ણ, માતા પિતા અને કુટુંબીજનોની પ્રે૨ણા સૌથી મોટું પરિબળ છે. બારમાના બોર્ડની પરીક્ષા પહેલા મને ચીકનગુનીયા થયો હતો તે સીવાય કોઈ પ્રતિકૂળતાનો સામનો મેં કર્યો નથી.

પ્રશ્ર્ન   :  તમારી કારકીર્દિમાં તમા૨ા કુટુંબીજનોની શું ભૂમીકા રહી ?

જવાબ  :  સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા મમ્મી-પપ્પાની રહી. સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન – કોઈ રોકટોક નહીં. મારી નાની બહેન મૌલી મને motivate કરતી રહી. મારા દાદાએ નાની હતી ત્યારથી મારા અભ્યાસના વિકાસમાં રસ લીધો અને મારા દાદીએ હમેંશા મને પોત્સાહિત કરી. આમ સૌએ મારી કારકીર્દિના ઘડતરમાં ફાળો આપ્યો.

પ્રશ્ર્ન   :  કારકીર્દિના વિકાસ સાથે સર્વાંગી વિકાસને તમે કેટલું મહત્વ આપો છો ? તે માટે તમારું આયોજન શું હતું?

જવાબ  :  બાળપણથી જ મને અને મારી બેન મૌલીને અભ્યાસ સાથે ઈત્તર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા મમ્મી-પપ્પા તેમજ દાદા-દાદી પ્રોત્સાહન આપતા રહયા. મેં સંગીત અને નૃત્યમાં ઊંડો રસ ધરાવ્યો અને શાસ્ત્રીય તાલીમ લીધી. શારીરીક ક્ષમતા માટે ટેબલટેનીસ અને બેડમીંગન ૨મવા લાગી. વાંચનને મેં મારા જીવનનો ભાગ બનાવી દીધો.

પ્રશ્ર્ન   :  આજના કીશોરોને શું સંદેશો આપવો ગમશે ?

જવાબ  :  તમારી શકિતઓને પીછાણો. સ્વપ્નો જુઓ અને તેને સાકાર કરવા મચી પડો. નિયમિતતા, આત્મવિશ્વાસ અને પૂરી તન્મયતાથી કામ કરો. સફળતા તમારા ચરણો ચૂમતી આવશે.

પ્રશ્ર્ન   :  તમારા ભાવિ અંગે આછી પાતળી કલ્પના કરી છે ?

જવાબ  :  આવનારા ૪-૫ વર્ષોમાં મારું ધ્યેય મારા મનગમતા વિષય ના ક્ષેત્રમાં નિપુણા પ્રાપ્ત ક૨વાની છે, અને મલ્ટીનેશનલ કંપનીમાં જોડાવું છે. લાંબ ગાળે વધુ અનુભવ, વધારે મોટી જવાબદારીઓ સાથે મોટી સંસ્થાઓને Finance Sustainable development ના માર્ગે લઈ જવાનું મારુ સ્વપ્ન છે.

પ્રશ્ર્ન   :  દસ વર્ષ પછીના ભા૨તને કઈ રીતે જુઓ છો ?

જવાબ  :  હું આશાવાદી છું. મને સુવર્ણકાળ દેખાય છે. મને લાગે છે કે દસ વર્ષ પછીનું ભા૨ત યુવાનો અને નિષ્ણાતો માટેનું ઉત્તમ સ્થાન બની ૨હેશે, જયાં ઉધોગ સાહસિકો-ટેકનોલોજી અને સંશોધનના વ્યાપક ઉપયોગથી દેશને વિશ્વગુરુ બનાવી દેશે.

પ્રશ્ર્ન   :  ધર્મ વિશે સમાજમાં ચાલતી વિચા૨સરણી તમને યોગ્ય લાગે છે ? તમે શું માનો છો?

જવાબ  :  ધર્મ વ્યકિતગત બાબત છે. શ્રધ્ધામાં મને વિશ્વાસ છે, અંધશ્રધ્ધામાં નહીં. સમભાવ, સદભાવ અને સાથે મળીને બધા પ્રેમથી ૨હે તે ધર્મ. કટ્ટરતાવાદ અને વિભાજનકારી પ્રવૃત્તિઓ મને યોગ્ય લાગતી નથી.

પ્રશ્ર્ન   :  આઈઆઈએમ માં પ્રવેશ મેળવવા શું પ્રક્રિયા કરવી પડે ?

જવાબ  :  આઈઆઈએમ માં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા લાંબી અને જટીલ છે. સૌ પ્રથમતો તે માટે CAT  ની પરીક્ષા આપવી પડે. આ છે. ભારતભરમાંથી ત્રણ લાખ લોકો આ પરીક્ષા સરળ નથી અને મહેનત માંગી લે પરીક્ષા આપે છે. તેમાંથી તમારે અગાઉની હરોળમાં આવવું પડે છે. CAT  નુ પરિણામ તથા તે પહેલાંની પરીક્ષાઓના પરિણામને ધ્યાનમાં લઈ જુદી જુદી આઈઆઈએમ તમને ઈન્ટરવ્યુમાં બોલાવે છે. મૌખિક ઈન્ટરવ્યુ થાય છે તે પહેલાં એક લેખિત ટેસ્ટ WAT-Written Analytical Test આપવાનો રહે છે. ઉ૫૨ની બાબતો અને મૌખિક ઈન્ટરવ્યુને ધ્યાનમાં લઈ Selection થાય છે. અમદાવાદ, કલકત્તા, બેંગ્લો૨ની આઈઆઈએમ દેશભ૨માં મોખરાનુ સ્થાન ધરાવે છે. તેમાં દરેકમાં ૫૦૦ જેટલી વ્યકિતઓ પ્રવેશ મેળવવા સહભાગી થાય છે.

પ્રશ્ર્ન   :  આઈઆઈએમ માં પ્રવેશ મેળવવા કઈ રીતે સજજ થવું જોઈએ ?

જવાબ  :  વિધાર્થીએ પોતાના વિષયમાં સંપૂર્ણ સજજ થવું જોઈએ. ઉપરાંત ગણિતશાસ્ત્રની પાયાની બાબતો અને વર્તમાન પ્રવાહોથી માહિતગા૨ થવું જોઈએ. આઈઆઈએમ ની પસંદગીમાં જે મહત્વના ગુણોની ચકાસણી થાય છે તે છે ભાષા ૫૨નું પ્રભુત્વ, તર્કશકિત અને સ્વતંત્ર વિચારશકિત. આ બાબતો ખીલવવી જોઈએ. આ માટે નિયમિત રીતે લાંબો સમય પ્રયત્નશીલ રહેવું જોઈએ.

Related posts

આ વખતે વિશ્ર્વપ્રસિધ્ધ પટોળાના વસ્ત્રો પરિધાન કરી સૌ પ્રથમવારભગવાન જગન્નાથજી પાટણ નગરની પરીક્રમાએ નિકળશે

mahagujarat

NGES કેમ્પસમાં આ વર્ષથી નવીન કોલેજ MSc (CA & IT) શરૂ કરવામાં આવી

museb

60 હજાર થી વધારે પુસ્તકો ધરાવતુ પાટણ નું 134 વર્ષ જૂનું શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનીક પુસ્તકાલય

mahagujarat

પાટણના નગરદેવીના મંદિરમાં બેદિવસીય પંદરમાં શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

mahagujarat

ભારત આવતા દિવસોમાં વિશ્ર્વગુરૂ બનશે : 2035 સુધીમાં યુગપુરુષ શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાત સહિત દેશમાં ઠેરઠેર મંદિરો બનશે : શ્રી હિતેન્દ્ર પટેલ

mahagujarat

પાટણના ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા તૈયાર કરાયેલ પાણીની પરબનું લોકાર્પણ કરાયું

mahagujarat

Leave a Comment