January 20, 2025
Maha Gujarat
MehsanaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીય

યોગાંજલિ કેળવણી મંડળમાં ગુજરાત સેવા સેતુ દ્વારા પાટણ ,બનાસકાંઠા અને મહેસાણાની સ્વૈચ્છિક સંસ્થાઓની તાલીમ યોજાઈ

ગુજરાત રાજ્યમાં સેવા ક્ષેત્રે રચનાત્મક કાર્ય કરતી સ્વૈચ્છિક સંસ્થાઓના ક્ષમતા વર્ધન માટે “ગુજરાત સેવા સેતુ” ની રચના કરવામાં આવી છે.


ગુજરાત સેવા સેતુ દ્વારા ગુજરાતના અમરેલી કચ્છ જુનાગઢ દ્વારકા ગાંધીનગર જામનગર જિલ્લામાં સંસ્થાઓ ના વિકાસ માટે તાલીમ કાર્યક્રમ વિવિધ સંસ્થાઓના સહયોગથી સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવેલ.
આ ઉપક્રમે ગત તારીખ ૩૦/૦૪/૨૩ ના રોજ પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાની સંસ્થાઓ માટે સિધ્ધપુરના ગણેશપુરા સ્થિત “યોગાંજલિ કેળવણી મંડળ” સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ.


કાર્યક્રમમાં 35 જેટલી સંસ્થાના ટ્રસ્ટીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ. સંસ્થાના સ્થાપક પુ. રમીલાબેન ગાંધી તથા ડો.નિશીથભાઈ અજાણી સાહેબની વિશેષ ઉપસ્થિતમાં મહાનુભાવોનું સંસ્થા દ્વારા સન્માન અને સ્વાગત મંડળના સેક્રેટરી જીજ્ઞા દવે દ્વારા કરવામાં આવેલ.


કાર્યક્રમના પ્રથમ સેશનમાં સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા સંસ્થા પરિચય અને સંસ્થા માટેના પડકારો અંગે રજૂઆત કરવામાં આવી અને આ રજૂઆતના આધારે અમદાવાદના હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન (પોલિયો ફાઉન્ડેશન)નાં સ્થાપક ડો. ભરત ભગત દ્વારા સંસ્થાઓ સામેના પડકારો અને તેના ઉકેલો અંગે ચર્ચા કરવામાં આવેલ.


હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના ડો. પ્રકાશ ભટ્ટ દ્વારા ફંડ મેળવવા માટે પ્રોજેક્ટ પ્રપોઝલ કઈ રીતે તૈયાર કરવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.
લોકભારતી સંસ્થાના પૂર્વ નિયામક શ્રી પ્રવીણચંદ્ર ઠક્કર દ્વારા “ગુજરાત સેવા સેતુની” ભૂમિકા બાંધી આપવામાં આવેલ.
દ્વિતીય સેશનમાં અમદાવાદના સ્વેચ્છિક સંસ્થાઓ ના ઓડિટ સાથે સંકળાયેલ CA શ્રી ચંદ્રવદનભાઈ શાહ દ્વારા સંસ્થાઓને ટ્રસ્ટ એક્ટમાં , ઇન્કમટેક્સ અને અન્ય નાણાકીય જોગવાઈઓ અંગે ખૂબ જ અસરકારક માહિતી પૂરી પાડવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમ સંચાલન ગુજરાત સેવા સેતુ ના સંયોજક ડો. નેહલ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ.

Related posts

ચતુરભાઈ હીરાભાઈ પટેલ (દેહદાતા) ની પ્રાર્થના સભા યોજાઇ

mahagujarat

મહેસાણાના અગ્રણી દિલીપભાઇ ચૌધરી જિલ્લાની શિક્ષણ સંસ્થાઓમાં ફરી મોદી સરકારની ઉપલબ્ધીઓ સમજાવી રહ્યા છે

museb

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર પાટણ ખાતે મહિલા સશક્તિકરણ અંગેનો સેમીનાર યોજાયો

mahagujarat

પાટણથી આવતી – જતી ટ્રેનોનું સમય પત્રક….

mahagujarat

શ્રી પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે ડી.જે. પટેલ પુનઃ વરણી..

mahagujarat

ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાના પ્રમુખ તરીકે ભાર્ગવ વી. ચોક્સી અને મંત્રી તરીકે અલ્પેશ એમ. પટેલની નિમણુંક

mahagujarat

Leave a Comment