ભાજપ દ્વારા વિકસીત ભારત સંકલ્પ અભિયાન
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, અગ્રણીઓ દ્વારા હાલ ઘેર ઘેર જઇ લોકોનો સંપર્ક કરી મોદી સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં હાથ ધરાયેલ લોક ઉપયોગી યોજનાઓ, ઉપલબ્ધીઓની માહિતી લોકો સુધી પહોંચાડવા અને સરકાર અને પાર્ટીના સંકલ્પો સમાજ ઉપયોગી યોજનાઓ કાર્યોના વિષયો પ્રસ્તુત કરી અને આગામી લોકસભા ૨૦૨૪ ચૂંટણીમાં મોદી સરકાર પાસે લોકો શું અપેક્ષા રાખે છે તે અંગેના વિચારો અને સૂચનો મેળવાઇ રહ્યા છે. આ માટે એક પોસ્ટ કાર્ડનું એક સૂચન પત્ર પણ જાળી કરી સમાજના વિવિધ વર્ગો પાસેથી સૂચનો મેળવવાનું અભિયાન ચાલી રહ્યું છે.
મોદીની ગેરંટી એ પૂરી થવાની સંપૂર્ણ ગેરંટી છે : દિલીપભાઇ ચૌધરી
મહેસાણા લોકસભા વિસ્તારમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૪ “મોદીની ગેરંટી પૂરી થવાની પણ ગેરંટીનું લોકજનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ મહેસાણા ભાજપના અગ્રણી, સાર્વજનીક વિદ્યાસંકુલ, મહેસાણાના માનદ્ મંત્રી અને હેમ.ઉ.ગુ.યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ મેમ્બર દિલીપભાઇ ચૌધરીની આગેવાની નીચે મહેસાણાની સાર્વજનિક વિદ્યા સંકુલ, મહેસાણા, નાગલપુર કૉલેજ કેમ્પસ, શહેરની શાળાઓ, વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટીની કૉલેજો, કડી, ઊંઝા શહેરની કૉલેજો, વિજાપુર, બહુચરાજીની કૉલેજો, શાળાઓની મુલાકાત લઇ શિક્ષકો, સ્ટાફ, પ્રોફેસરોને મળી આગામી સંકલ્પો માટે સૂચનો મેળવાઇ રહ્યા છે.
દિલીપભાઇ ચૌધરી સાથે મહેસાણા આર્ટ્સ એન્ડ હોમ સાયન્સ કૉલેજના નિવૃત્ત પ્રોફેસર શ્રીધર જોષી મહેસાણા જિલ્લાના શહેરોમાં ફરી વિવિધ ડૉક્ટર સેલ, વકીલ મંડળો, વેપારીઓની મુલાકાત પણ લેશે. આ અભિયાન ૧૫ માર્ચ સુધીમાં પૂર્ણ કરાશે.
દિલીપભાઇ ચૌધરીએ આ અભિયાન દરમ્યાન જણાવ્યું હતું કે, ‘મોદી સરકાર એટલે, જે ગેરંટી આપી હોય એ પૂર્ણ થવાની સંપૂર્ણ ગેરંટી છે. કાશ્મીરમાં ૩૭૦ કલમની નાબૂદ કરવાની વાત હોય કે અયોધ્યામાં રામમંદિર બનાવવાની વાત હોય. ટૂંકમાં નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભાજપ સરકારે અનેક યોજનાઓ જાહેર કરી તેનું ૧૦૦ ટકા અમલીકરણ કરી અને લાભાર્થીઓને સીધો લાભ મળ્યો છે. મહિલાઓને ‘લખપતી દીદી બનાવવાનો કાર્યક્રમ વડાપ્રધાન શ્રી મોદીની હાજરીમાં તાજેતરમાં યોજાયો છે.’
તેમણે જણાવ્યું કે મોદી સરકારના ૧૦ વર્ષના શાસનમાં ચાર કરોડ કરતા વધુ લાભાર્થીઓને ઘરના ઘર મળ્યા છે. હજી પણ દેશનો એકપણ પરિવાર છત વગર રહી ન જાય તેની ચિંતા મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. મોદી સરકારે ૨૫ કરોડ પરિવારોને ગરીબીમાંથી બહાર કાઢવાનું કામ કર્યું છે. વડાપ્રધાન મોદીની ત્રીજી ટર્મ મોટા નિર્ણયો લેવાની ટર્મ છે. આગામી સમયમાં ભારત દુનિયાની ત્રીજી મહાસત્તા બની જશે, તેવું દિલીપભાઇ ચૌધરી આ જનસંપર્ક અભિયાનમાં મહેસાણા જિલ્લાના શહેરોની શિક્ષણ સંસ્થાઓની મુલાકાત દરમ્યાન સમજાવી રહ્યા છે.