September 27, 2026
Maha Gujarat
OtherPatanજગ્યાજિલ્લો

આ વખતે વિશ્ર્વપ્રસિધ્ધ પટોળાના વસ્ત્રો પરિધાન કરી સૌ પ્રથમવારભગવાન જગન્નાથજી પાટણ નગરની પરીક્રમાએ નિકળશે


માધવી હેન્ડીક્રાફટ પરિવારે અણમોલ ભાવ સાથે પટોળા માથી તૈયાર કરાયેલ વસ્ત્રો મંદિર ને અર્પણ કર્યા

ઐતિહાસિક અને ધર્મની નગરી પાટણ શહેરમાંથી ભગવાન જગન્નાથજીની નીકળનારી ભારતના ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની 141 મી રથયાત્રાને લઈને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર સહિત જગન્નાથ ભક્તોમાં અનેરો ઉત્સાહ ઉમંગ આ વખતે વિશેષ છવાયો છે.
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મંદિર પરિસર ખાતે રથયાત્રાની તમામ પ્રકારની તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અષાઢી બીજ ના પવિત્ર દિવસે ચાંદી મઢીત રથોમા નગર ચર્યાએ નિકળનાર ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સૌ પ્રથમવાર પાટણની પ્રભુતા સમાન વિશ્ર્વ પ્રસિધ્ધ પટોળામાંથી તૈયાર કરાયેલા વસ્ત્રો પરિધાન કરી નગર ચર્યાએ નિકળનાર હોવાનું શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિના ક્ધવીનર પિયુષભાઇ આચાર્ય એ જણાવ્યું હતું.


  • આ વખતે પાટણના મોટી ભાટિયાવાડ ખાતે આવેલ પટોળાના કસબી “માધવી હેન્ડીક્રાફટના સુનિલભાઈ સોની પરિવાર દ્રારા પોતાના અણમોલ ભાવથી છ કારીગરોની મદદથી વિવિધ પ્રકારના રેશમો સહિત નેચરલ ડાઈગ સાથે વનસ્પતિઓના નેચરલ કલરો વડે છ કારીગરોની અથાગ મહેનત સાથે સાત માસ જેટલા સમયમાં પટોળા માથી તૈયાર કરવામાં આવેલા ભગવાનના વસ્ત્રો એકાદશીના પવિત્ર દિવસે જગન્નાથ મંદિર ટ્રસ્ટને સુનિલભાઈ સોની પરિવાર દ્વારા ખૂબ ભાવથી અર્પણ કરવામાં આવ્યા હતાં.

Related posts

પાટણ જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયને (IAS) પદભાર સંભાળ્યો

mahagujarat

“સ્વસ્થ મન, ઉજ્જવળ ભવિષ્ય” — બીઆઈપીએસમાં વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે પ્રેરણાદાયી સેમિનાર

mahagujarat

સુરતના બારડોલી માર્ગ ઉપર ગોજારો કાર અકસ્માત પાટણના ત્રણ સગાભાઇ-બહેનોના કરૂણ મોત…

mahagujarat

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ : ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા

mahagujarat

પાટણની શ્રી બી ડી સાર્વજનિક વિધાલયની ડિનલ વિઠાણીની ઇન્ટરનેશનલ એશિયાકપમાં બાસ્કેટબોલ ટીમમાં પસંદગી થઇ

mahagujarat

પાટણમાં પહેલીવાર યોજાયો કીર્તિદાનનો અનોખો ડાયરો : પાટણનું આ અનોખું મંદિર

mahagujarat

Leave a Comment