મંદિરમાં બ્રહ્મસબંધ દિક્ષા આપશે : ભગવાન જગદીશની રથયાત્રામાં ભાગ લેશે અને આર્શિવચન પાઠવશે
અષાઢી બીજની ભગવાન જગદીશની પાટણમાં નિકળનારી 141મી રથયાત્રા નિમિત્તે પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજી મહારાજશ્રી પાટણ પધારી રથયાત્રાને પ્રસ્થાન કરાવી સમગ્ર રથયાત્રામાં ઉપસ્થિત રહેશે, જેના કારણે વૈષ્ણવોમાં અનેરો ઉત્સાહ અને આનંદ છે. પ.પૂ.ગો. શ્રી ડૉ. વાગીશકુમારજી મંગળવારે વહેલી સવારે 7-00 કલાકે પાટણના દ્વારકાધિશ મંદિરમાં પધારશે. સવારે તેઓશ્રી બ્રહ્મસબંધ દિક્ષા પણ આપશે. બપોરે મંદિરમાં કુલમંડળીનો મનોરથ યોજાશે. બાદ રથયાત્રાના કાર્યક્રમમાં ભાગ લેશે. સાંજે શયનમાં પૂ.શ્રીની ઉપસ્થિતિમાં મંદિરમાં નાવનો મનોરથ યોજાશે. તેઓશ્રીના પાટણના એક દિવસના કાર્યક્રમથી પાટણની વૈષ્ણવ સૃષ્ટિમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ છે.