September 23, 2026
Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજકીયરાષ્ટ્રીયશિક્ષણ

શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીઓ ઇકો બ્રિક્સ કાર્યક્રમ અંતર્ગત “પ્લાસ્ટિક મુક્ત પાટણ” અભિયાનમાં જોડાયા

ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત  શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણમાં આજ રોજ એક અનોખા અને પર્યાવરણપ્રેમી કાર્યક્રમ “ઇકો બ્રિક્સ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પર્યાવરણપ્રેમ અને કચરાના યોગ્ય વ્યવસ્થાપન વિશે જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અર્થે પાટણ નગર પર્યાવરણ સંયોજક નિરવભાઈ પટેલ સાગોડિયા પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય અને પર્યાવરણ સંયોજક એવા ભુદરભાઈ તેમજ પર્યાવરણ મિત્ર મગનભાઈ પટેલ હાજર રહ્યા હતા. સૌપ્રથમ શાળાના આચાર્યશ્રી ધનરાજભાઇ ઠક્કર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓએ ભારતીય સંસ્કૃતિ અનુરૂપ પધારેલ મહેમાનોને કુમકુમ તિલક કરી શાળા પરિવાર વતી આવકાર્યા હતા.

પર્યાવરણ સંયોજક ભાઈ શ્રી ભુદરભાઈએ ઇકો બ્રિક્સનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તે કેવી રીતે પર્યાવરણને સંભાળવામાં મદદ કરે છે, તે વિશે વિસ્તૃત માહિતી આપી.

વિદ્યાર્થીઓને ઇકો બ્રિક્સ બનાવવા માટેની વિવિધ વર્કશોપ્સ અને પ્રયોગો આપવામાં આવ્યા. અન્ય શાળાના વિધાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ ઇકો બ્રિક્સના ઉદાહરણો અને ઉપયોગોનું યોગ્ય માર્ગદર્શન અને  પ્રદર્શન રાખવામાં આવ્યું. શાળાના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ પર્યાવરણની સુરક્ષા માટે અને કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાની પ્રતિજ્ઞા લીધી.

આ ઇકો બ્રિક્સ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણપ્રેમ, જવાબદારી અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ વધારવામાં સફળતા મળશે. આ કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કરે સમગ્ર શાળા પરિવાર વતી વધુમાં વધુ ઈકોબ્રિક્સ બનાવી પર્યાવરણ ને બચાવવામાં મદદરૂપ થઈશું તેવી ખાત્રી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓએ  નોંધપાત્ર યોગદાન આપ્યું.

Related posts

શ્રીમંત ફતેસિંહરાવ લાયબ્રેરીનું ગંગાબા રોજગાર કેન્દ્ર

mahagujarat

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર પાટણ ખાતે મહિલા સશક્તિકરણ અંગેનો સેમીનાર યોજાયો

mahagujarat

રીજીયોનલ સાયન્સ સેન્ટર, પાટણ ખાતે વિશ્વ માતૃભાષા દિવસના ઉપક્રમે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

mahagujarat

તૃતીય પીઠાધિશ્ર્વર પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશબાવાની ઉપસ્થિતિમાં પાટણના દ્વારકાધિશ મંદિરમાં શ્રીકૃષ્ણ ભંડારનું વાસ્તુપુજન, છપ્પનભોગ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા

mahagujarat

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS) અને એ.જે. વિદ્યામંદિર સ્કૂલ (AJVM) દ્વારા બે દિવસીય ભવ્ય ફેન્ટેસિયા ફેસ્ટ 3.0 – ક્લાસરૂમ થી કોમર્સ નું સફળ આયોજન

mahagujarat

મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ગીરીશભાઇ રાજગોરનો પદગ્રહણ સમારંભ યોજાયો

mahagujarat

Leave a Comment