ઉપપ્રમુખ તરીકે ઠાકોર બદસંગજી વાઘાજી અને માનદ મંત્રી તરીકે અતુલભાઇ ખોડીદાસ પટેલની સવૉનુંમતે વરણી કરાઈ..
Mahagujarat
પાટણ તા. 20
શ્રી પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ પાટણ ની ગત તારીખ 2/3/2023 ના રોજ પાંચ વર્ષ માટે યોજાયેલ ચૂંટણીમાં છેલ્લા 15 વર્ષથી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનુ સુકાન સંભાળી રહેલ ડી.જે.પટેલ આધારિત પેનલનો બિન હરીફ વિજય થયો હતો.
પાટણ ગ્રામ્ય મામલતદાર અને નાયબ મામલતદાર ની ઉપસ્થિતિમાં બિન હરીફ વરણી કરવામાં આવી..
ત્યારે આજરોજ સોમવારના દિવસે પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના કોન્ફરન્સ હોલ ખાતે પાટણ ગ્રામ્ય મામલતદાર એવમ મુખ્ય ચૂંટણી અધિકારી સંદીપભાઈ મહેતા અને નાયબ ચૂંટણી અધિકારી દિલીપભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને અઢી વર્ષના સમયગાળા માટે શ્રી પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના પ્રમુખ,ઉપપ્રમુખ અને માનદ મંત્રી સહિતના સભ્યોની વરણી અર્થે ચૂંટણી યોજાઈ હતી.
આ ચુટણીમાં પ્રમુખ તરીકે પટેલ દશરથભાઈ જેઠા
ભાઈ,ઉપપ્રમુખ તરીકે ઠાકોર બદસંગજી વાઘાજી તેમજ માનદ મંત્રી તરીકે પટેલ અતુલકુમાર ખોડીદાસની સર્વાનુંમતે વરણી કરવામાં આવતા ઉપસ્થિત તમામ સભાસદો એ તેમજ પાટણ ગ્રામ્ય મામલતદાર સંદિપભાઈ મહેતા અને નાયબ મામલતદાર દિલીપભાઈ ચૌધરી દ્વારા અઢી વર્ષ માટે નવનિયુક્ત કરાયેલ પ્રમુખ, ઉપપ્રમુખ અને માનદ મંત્રી સહિતના સભ્યોને મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.