તંત્ર આ મહત્ત્વના રોડ ઉપર ધ્યાન આપશે….?
પાટણના પ્રખ્યાત ગાયનેક ડૉ. અતુલ અગ્રવાલની કલેકટર સમક્ષ રજૂઆત
(હર્ષદ ખમાર દ્વારા)
રાજમહેલ રોડ પર ચાલતી ઓવરબ્રિજ બનાવવાની કામગીરીને લઈને ઓવરબ્રિજ ની બન્ને બાજુ ના સર્વિસ રોડ બરાબર બનાવેલ ન હોય ગંભીર અકસ્માત થવાની શક્યતા રહેલ હોવાની બાબતે પાટણના ડો. અતુલ અગ્રવાલ દ્રારા કલેકટર ને લેખિતમાં રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
ડો અગ્રવાલ દ્રારા કલેકટર ને લેખિતમાં જાણ કરવામાં આવી છે કે રાજમહેલ રોડ પર ચાલતી ઓવરબ્રિજ ની કામગીરી ને લીધે બનાવવામાં આવેલ સર્વિસ રોડ બરાબર બનાવેલ નથી. માત્ર રોડા કાંકરેટ નાખેલ છે. ડામર કામ પણ કરેલ નથી ખાડા ટેકરા વાળો રોડ છે. તો ખાડા પૂરી લેવલીંગ કરવા તથા ડામર કામ કરી રોડ વ્યવસ્થિત બનાવવો, સર્વિસ રોડ પર સંતોકબા હોલ ની બાજુ માં આવેલ શાળા નજીક ઉંચાઈ વાળો તથા નિયમ વિરુધ્ધ નો બમ્પ બનાવેલ છે. જેથી અકસ્માત થવાની શક્યતા છે. તો આ બમ્પ દુર કરી નિયમો અનુસાર બમ્પ બનવવા તથા તેના પર સફેદ–પીળા પટ્ટા લગાવી યોગ્ય કરવું, સર્વિસ રોડ ખુબ જ સાકડો છે તથા તેના પર ઘણી જગ્યાએ ખાણી પીણી ની તથા નાસ્તાની લારીઓ ગેરકાયદેસર ઉભી રહે છે તથા અન્ય નાના મોટા વાહનો પણ પાર્કિંગ કરેલ હોય છે. આમ અહીં ટ્રાફિક જામ થઇ જાય છે. તો આ લારીઓ તથા આડેધડ થતા પાર્કિંગ સત્વરે દુર કરાવી ટ્રાફિક ની અવર જવર સરળતાથી થાય તે માટે યોગ્ય પગલા ભરવા તેઓએ રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.