પાટણ ખાતેની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવેર્નમેન્ટ ની સેનેટરી ઇન્સ્પેક્ટર અને ફાયરમેન ટ્રેનિંગ કોર્સ કોલેજમાં રેડક્રોસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાઈ ગયો. જેમાં સંસ્થામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવેલ. રેડક્રોસ સંસ્થાના ર્ડો ઉદયભાઈ પટેલ, ર્ડો ડી. જી. પટેલ અને તેમની ટીમ દ્વારા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મનસુખભાઇ પટેલ અને વિભાગીય નિયામક ર્ડો. વિરલ શાહે વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા. આયોજન સફળ બનાવવા સંસ્થાના કર્મચારીઓ પંકજભાઈ, હિતેષભાઇ, કૃણાલભાઈ અને ટીમે જહેમત કરી હતી.
રેડક્રોસ સંસ્થા અને ર્ડો મોહનભાઇ પટેલ બ્લડબેંક તરફથી ર્ડો ઉદયભાઈ પટેલ સમગ્ર પાટણ વાસીઓને સમયાંતરે રક્તદાન કરવા અનુરોધ કર્યો હતો.