પાટણમાં ભગવાન જગદીશ મંદિરને 23 વર્ષ અગાઉ નવા બે ચાંદીના રથ બનાવી ભેટ આપનાર પાટણના વતની દેશના જાણીતા મંદિર નિર્માતા પિયુષ સોમપુરાએ પાટણના જગદીશ મંદિરને સંપૂર્ણ મકરાણાના ગુલાબી પથ્થરમાં બનાવી આપવાની જગદીશ મંદિરના ટ્રસ્ટી મંડળ સમક્ષ પહેલ કરી છે. આ અંગે મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ આચાર્યએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તેમણે પાટણ આવી મંદિરની મુલાકાત લીધી હતી અને સંપૂર્ણ ગુલાબી પથ્થરમાંથી પાંચ કરોડના ખર્ચે બનાવી આપવાની ઉદાર પહેલ કરી છે. તેઓએ આ બાબતે તુરત સવાકરોડનો ચેક પણ ટ્રસ્ટને અર્પણ કર્યો છે.
