ગંદકી અને ગંદા પાણીથી ઉભરાતા રસ્તાઓ.
પાટણના છીંડિયા દરવાજા બહાર પારેવા સર્કલ થી ખાલીકસાપીર સુધીના રોડ વિસ્તારમાં અનેક સોસાયટીઓ ,રહેેણાક સંકુલો બન્યા છે .
આજે આ વિસ્તારમાં હજારો લોકો વસી રહા છે. પરંતુ આ વિસ્તારમાં આવેલ રસ્તાઓ તૂટીફૂટી ગયા છે. ઠેર ઠેેર ગંદા પાણીભરાવા સાથે ગંદકી હોય છે. આ વિસ્તારમાં રખડતા ઢોરો આખલાઓ પણ ગંદકી સાથે પગે ચાલતા અને ટુ-વ્હીલર વાહન ચાલકો માટે જોખમી બનતા ગયા છે. આ બાબતે વારંવાર ફરિયાદો કરવા છતાં પાટણ પાલિકા તંત્ર ધ્યાન આપતું નથી. ચોમાસુ આવતા પહેલા આ રસ્તા ઉપર અને આજુબાજુ પડેલ ખાડાઓ પુરવામાં આવે અને રખડતા ઢોરોને પકડી લેવામાં આવે તેવી આ વિસ્તાર ના રહીશો એ માંગણી કરતા જણાવ્યું હતું