જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના 9 વર્ષના કેન્દ્રમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ ના થયેલા કાર્યા ની જાણકારી આપવા માટે કેન્દ્રના ગૃહ સહકાર મંત્રી શ્રી અમિત શાહની એક જાહેર સભાનું આયોજન સિદ્ધપુર ખાતે તારીખ 10. 6. 2023 ના સવારે 10:00 કલાકે કરવામાં આવેલ છે .આ કાર્યક્રમમાં તેમની સાથે પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર .પાટીલ, કેન્દ્રીય મંત્રી શ્રી ભગવત કરાડજી તેમજ સાંસદ સત્યપાલ સિંહ હાજરી આપશે આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આજે પાટણ જિલ્લા ભાજપ દ્વારા સિદ્ધપુરની ગોકુળ યુનિવર્સિટીના હોલ માં એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં કાર્યકરો, અગ્રણીઓને પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી પટેલ પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર સહિતના અગ્રણીઓએ હાજર માગૅદશૅન આપેલ. આ સભા સિધ્ધપુર ના દેથલીરોડ ઉપર ના ગોવર્ધન પાર્ક ખાતે યોજાશે
