દેવ ઉઠી પ્રબોધિની એકાદશી
પાટણમાં તુલસી વિવાહ – દેવ દિવાળીનો ઉત્સવ ભવ્ય શ્રદ્ધાથી ઉજવાયો
વૈષ્ણવ હવેલીઓમાં મંગલાષ્ટક સાથે ઠાકોરજીના તુલસીજી સાથે વિવાહ દિવાળી નૂતન વર્ષ પ્રારંભ લાભ પાંચમના ઉત્સવો પછી કારતક સુદ અગિયારસ દેવ ઊઠી એકાદશી દેવ દિવાળી અને તુલસી વિવાહ નો મંગળ ભવ્ય ઉત્સવ દરેક શિવ, વૈષ્ણવ, પુષ્ટિ મંદિરોમાં ભવ્ય રીતે શ્રદ્ધાથી ઉજવાઈ ગયો. પાટણની વૈષ્ણવ હવેેલી ઓ તૃતિયપીઠાધિશ દ્વારકાધીશ મંદિરમાં મધ્યરાત્રી સુધી મંગળ વિવાહના ગીતો મંલાષ્ટકના ગાન સાથે આ વિધિ સંપન્ન થઈ હતી.
વિવાહ ઉત્સવના મનોરથી તરીકે પાટણના જાણીતા ભાર્ગવભાઇ ચોક્સી – પરિવારે લગ્ન વિધિ વિધાન કરાવ્યા હતાં, ત્યારે દિલીપભાઈ શાસ્ત્રીએ મંગળ વિધિ મંગલાષ્ટકનું ગાન કર્યું હતું. શ્રદ્ધાળુ વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાનનો વિવાહ હોય એટલે દરેક વૈૈષ્ણવનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરના ઉત્સાહી વ્યવસ્થાપકો ખુદ યજમાન થઈ વૈષ્ણવ અતિથીઓનો આદર, સત્કાર સ્વાગત કર્યું હતું. પાટણની ષષ્ઠપીઠ બાલકૃષ્ણ મંદિર હવેલી માં પણ વૈષ્ણવ ભાઈ બહેનોએ લગ્નમંડપ રંગોળી કરી ભગવાનના લગ્નની ચોરી બનાવી હતી. લગ્નગીતો મંંગલાષ્ટક ના ધ્વનિ સાથે વિવાહ કરાવ્યાનો આનંદ મધ્ય રાત્રી સુધી મનાવ્યો હતો.આ ઉત્સવ ના મનોરથી જતીનભાઇ અને ગીરાબેન સોનીએ લગ્નની વિધિ કરાવી હતી નટુભાઈ અને સંજયભાઈ જોશીએ સુંદર વ્યવસ્થા કરી હતી