અધિક શ્રાવણના પ્રારંભથી ઉત્તર ગુજરાતના પ્રવાસીઓ માટે
ભક્તિ રસથી છલકાતા પવિત્ર શ્રાવણ માસનો આરંભ આ વખતે અધિક માસથી થતો હોવાથી પવિત્ર અધિક શ્રાવણ માસના પ્રારંભથી ઉત્તર ગુજરાતની પ્રવાસી જનતા મહિમાવંત સોમનાથ જ્યોર્તિલિંગ દર્શનની સાથે સાથે સૌરાષ્ટ્રના પાવનકારી તીર્થધામોની યાત્રાનો સરળતાથી લાભ લઈ શકે તે માટે રેલ્વે મંત્રાલય દ્રારા ઐતિહાસિક શહેર પાટણથી પ્રભાસ પાટણ સોમનાથ સુધીની સીધી ટ્રેન સેવા શરૂ કરાવવા સંસદ સભ્ય સહિતના રાજકીય આગેવાનોએ સંનિષ્ઠ પ્રયાસો સાથે ઉચ્ચ સ્તરીય રજુઆતો કરવાની જરૂર છે. ઉત્તર ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણના શિવભક્ત પ્રજાવત્સલ રાજવી સિધ્ધરાજ જયસિંહના શાસનકાળથી પાટણ અને પ્રભાસ પાટણ (જ્યોર્તિલિંગ સોમનાથ)વચ્ચેનો અતુટ નાતો ઐતિહાસિક યુગથી સૂવર્ણ અક્ષરે આલેખાયેલો છે ત્યારે પાટણથી પ્રભાસ પાટણ સોમનાથ સુધીની સીધી ટ્રેન પવિત્ર શ્રાવણ માસમાં શરૂ કરાયતો એક નવો ઈતિહાસ પણ ગૌરવપદ બની શકે એમ છે.
ઐતિહાસિક શહેર પાટણથી સોમનાથ સુધીની કોઈપણ પ્રકારના અવરોધ વગરની સળંગ રેલ્વે લાઈન બ્રોડગેજ હોવાથી પવિત્ર શ્રાવણ માસથી સીધી ટ્રેન શરૂ કરાયતો 487 કિ. મી.ના આ રૂટ પરના 10 મહત્ત્વના જંકશનો,17 વેપારી મથકો,સંલગ્ન યાત્રાધામો તેમજ અમદાવાદ, રાજકોટ અને ભાવનગર રેલ્વે ડીવીઝન નેટવર્કના કુલ 64 જેટલા સ્ટેશનોના રોજીંદા મુસાફરોને આવન જાવનમા મહત્તમ ફાયદો થઈ શકે એમ છે.
પવિત્ર શ્રાવણ માસમાં મહિમાવંત પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથના દર્શને સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી લાખોની સંખ્યામા યાત્રિકો આવતા રહે છે ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે બ્રોડગેજ રેલ્વે લાઈન છે પરંતુ સોમનાથની સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ નહીં હોવાથી ઉત્તર ગુજરાતના પ્રવાસીઓ છતી રેલ સુવિધાએ અગવડતાઓ વેઠી રહ્યા છે.
487 કિ.મીના રૂટપર જ્યોર્તિલિંગ દર્શનની ટ્રેન 10 જંકશન,17 વેપારી મથકો અને 64 સ્ટેશનોના રોજિંદા મુસાફરો માટે લાભદાયી બનશે
શ્રાવણોત્સવ દરમિયાન આ વખતે અધિક શ્રાવણ અને શ્રાવણ માસ બન્ને સાથે છે ત્યારે ઉત્તર ગુજરાતના પ્રવાસીઓ માટે 18મી જુલાઈથી શરૂ થતા અધિક શ્રાવણના પ્રારંભે ઐતિહાસિક શહેર પાટણથી પ્રભાસ પાટણ સોમનાથની સીધી ટ્રેન સેવા મહેસાણા, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, જેતલસર, જૂનાગઢ- વેરાવળના રૂટ પર (પાટણથી દરરોજ સાંજે ઉપડી બીજા દિવસે વહેલી સવારે સોમનાથ પહોંચે અને સોમનાથથી સાંજે ઉપડી બીજા દિવસે વહેલી સવારે પાટણ આવે એ રીતે)ડેઈલી ટ્રેન સેવા શરૂ કરાશેતો ઉત્તર ગુજરાતની પ્રવાસી ધર્મપ્રેમી જનતાને ઘણો લાભ થશે તેમજ રેલ્વે તંત્રને આ વિશેષ ટ્રેનથી રોજીંદી આવકમા ઘણો મોટો ફાયદો કરાવશે.
પાટણ વિકાસ પરિષદે પણ માંગણી કરી
પાટણ વિકાસ પરિષદે પણ પશ્ર્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અને ડી.આર.એમ.ને પત્ર લખી પાટણથી સોમનાથ ટ્રેન શરૂ કરવાની માંગણી કરી છે જેની નકલ મહેસાણાનાં જાગૃત સાંસદ શારદાબેન પટેલને મોકલી આ માંગણીને વાચા આપવા જણાવ્યું છે. પાટણ વિકાસ પરિષદે વર્ષો અગાઉ મીટરગેજ સમયે મહેસાણાથી સોમનાથ સુધીનો કીર્તિએક્સપ્રેસ ચાલતો હતો તેની યાદ પણ આપી છે.
પાટણ-પ્રભાસ પાટણ સોમનાથ ટ્રેન રૂટની વિશેષ માહિતી
(1)બ્રોડગેજ રેલ્વે લાઈન રૂટ-487 કિ.મી.(2)અમદાવાદ, રાજકોટ અને ભાવનગર ત્રણ રેલ્વે ડીવીઝનનું નેટવર્ક (3)કુલ સ્ટેશનો -64(4)જંકશન સ્ટેશનો-10(5)વેપારી મથકવાળા સ્ટેશનો-17.(6)સંલગ્ન યાત્રાધામો:- કટોસણરોડ જંકશન-યાત્રાધામ બહુચરાજી,શંખલપુર, જૈન તીર્થ ભોયણી,રાંતેજ-આકબા-મીની પાવાગઢ, થાનગઢ:-ચામુંડા માતાજી ચોટીલા, તરણેતર, વાંંકાનેેર જંકશન :- માટેલધામ,- જલારામ વિરપુર, નવનિર્મિત શ્રી ખોડલધામ, ગોંડલ :-શ્રીભૂવનેશ્ર્વરી શક્તિપીઠ અને શ્રી અક્ષરડેરી શ્રી સ્વામિનારાયણ મંદિર, જૂનાગઢ :-ગિરનાર દર્શન, તુલસી શ્યામ, સત્તાધાર, પરબધામ, સાસણગીર, વેરાવળ જંકશન :-પ્રભાસ પાટણ તીર્થક્ષેત્ર શ્રીસોમનાથ, ભાલકાતીર્થ સહિતના દર્શનીય સ્થાનો…
પાટણ -મહેસાણા :- 40 કિ.મી.
(1)સંખારી(2)રણુંજ જંકશન (3)મણુંદ(4)શેલાવી(5)ધિણોજ (6)પાંચોટ(7)મહેસાણા જંકશન
મહેસાણા જંકશન -વિરમગામ જંકશન 68 કિ.મી.
(8)લિંચ (9)ભેસાણા માંકણજ (10)જોટાણા (11)ભટારીયા (12)કટોસણરોડ જંકશન (13)ધેલડા (14)રામપુરા-ભંકોડા (15)દેત્રોજ
(16)કાંઝ (17)જકશી (18)વિરમગામ જંકશન
વિરમગામ જંકશન – સુરેન્દ્રનગર જંકશન 65 કિ.મી.
(19)વનીરોડ (20)ખારેશ્ર્વર રોડ(21)સાબલી રોડ (22)લીલાપુર રોડ (23) લખતર (24)બાલારોડ (25)સુરેન્દ્રનગર જંકશન
સુરેન્દ્રનગર જંકશન -વાંકાનેર જંકશન 74 કિ.મી.
(26)ચમારજ (27)દિગસર (28)મુળીરોડ (29)રામપરડા (30)વગડીયા (31)થાન (32) લાખામાંચી (33)દલડી (34)લુણસરીયા (35) વાંંકાનેેર જંકશન
વાંંકાનેેર જંકશન – રાજકોટ જંકશન 42 કિ.મી.
(36) વાંકાનેર સીટી (37) અમરસર (38)સિંધાવદર (39)કણકોટ (40) ખોસતા (41) બિલેશ્ર્વર (42) રાજકોટ જંકશન
રાજકોટ જંકશન-જૂનાગઢ જંકશન 103 કિ.મી.
(43) ભક્તિનગર (44) કોઈટીયા (45) રીબડા (46)સેમલા (47)ગોંડલ (48) ગોમટા (49) વિરપુર (50) નવાગઢ (51) જેતલસર જંકશન (52) ચોકીસોરઠ (53) વડાલ (54)જૂનાગઢ જંકશન
જૂનાગઢ જંકશન – વેરાવળ જંકશન(પ્રભાસ પાટણ) 83 કિ.મી.
55. શાપર, 56. ભવનાથ, 57. લુશાલા 58. બડોદર, 59. કેશોદ, 60. માળીયા હાટીના, 61. ચોરવાડ રોડ, 62. આદરી રોડ, 63. વેરાવળ જંકશન (પ્રભાસ પાટણ)
વેરાવળ જંકશન -સોમનાથ 12 કિ.મી.
(દિપક ભટ્ટ)