Maha Gujarat
રાજકીય

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહે કરોડો દિલો પર રાજ કરનાર, યુવાનોના પ્રેરણાસ્ત્રોત, ‘ભારત રત્ન’થી સન્માનિત એવા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને તેમની પાંચમી પૂણ્યતિથી પર ‘સદૈવ અટલ’ સમાધી સ્થળ પર જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વાજપેયીજી દાયકાઓ સુધી ભાજપનો ચહેરો રહ્યા અને ત્રણ વખત દેશના વડાપ્રધાન બન્યા. ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપકોમાંના એક અટલજીએ હંમેશા રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખ્યું હતું. અટલજી પક્ષ અને વિપક્ષ બંને માટે પ્રેરણા સ્ત્રોત છે. આ અવસરે અમિત શાહે કહ્યું કે, ‘અટલજીની દેશભક્તિ, કર્તવ્યનિષ્ઠા અને સમર્પણથી આવનાર પેઢીઓને હંમેશા રાષ્ટ્ર સેવાની પ્રેરણા મળતી રહેશે.’

2014માં સત્તામાં આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલજીનું સન્માન કરવાની જાહેરાત કરી કે, દર વર્ષે 25 ડિસેમ્બરે તેમના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવશે. શાહનું સ્પષ્ટપણે માનવું છે કે, ભારતીય રાજકારણના શિખર સ્તંભ એવા અટલજીએ ભારતને તેની ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો. વિકાસ અને સુશાસનની રાજનીતિનો પાયો અટલજીએ નાખ્યો હતો અને લોકોમાં દેશભક્તિની ભાવના જગાવી હતી. જેને મોદીજીના નેતૃત્વ અને અમિત શાહના માર્ગદર્શન હેઠળ ભાજપ સરકાર છેલ્લા 9 વર્ષથી આગળ ધપાવી રહી છે.

આ પ્રસંગે સૌથી મોટી વાત એ હતી કે, પહેલીવાર એનડીએના નેતાઓને પણ ‘સદૈવ અટલ’ સ્મારક પર આવીને વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પહેલીવાર બન્યું છે કે, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એનડીએ સહયોગીઓને ‘સદૈવ અટલ’ સ્મારક પર આમંત્રણ આપ્યું છે. આગામી વર્ષની સામાન્ય ચૂંટણીઓ માટે આ મહત્વપૂર્ણ સાબિત થશે, તેનાથી વિપક્ષને એનડીએની એકતા અને તાકાતનો અહેસાસ થશે.

Related posts

રાજયસભાના સાંસદ બાબુભાઈ જે. દેસાઈનો સન્માન કાર્યક્રમ યોજાશે

museb

લોક કલ્યાણ માટે કાર્યરત મહિલા સામાજિક આગેવાનોને ” આ. મંજુલાબેન કિરિટભાઈ સોલંકી સ્મૃતિ વંદન ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે.

mahagujarat

ઉત્તર ગુજરાત કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી અને બેંક ફેડરેશન દ્વારા મહેસાણા ખાતે લીગલ અને ટેક્સેશન સેમિનાર યોજાયો.

mahagujarat

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંગદાન-જનજાગરણ કાર્યક્રમ યોજાયો

museb

પાટણ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણી છોડવા કે. સી. પટેલની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

museb

પાટણના કોલેજ કેમ્પસમાં જવાના રેલ્વે નાળાની કફોડી હાલત…

mahagujarat

Leave a Comment