પાટણનાં રેલ્વે સ્ટેશનેથી ઉપડતી ૧૦ લોકલ ટ્રેનોમાં વધુ એક લોકલ ટ્રેનનો પ્રારંભ થયો છે. પાટણથી ભિલડી વચ્ચે દોડનારી આ સ્પેશ્યલ ટ્રેન છે જે વર્તમાન ઉનાળા દરમિયાન અવરજવર કરશે.
આ ટ્રેન રોજ સવારે ભીલડીથી ૬.૧૦ કલાકે ઉપડીને સવારે ૭.૨૫ કલાકે પાટણ આવશે. પાટણથી ભિલડી વચ્ચેનું ૫૧ કિ.મી.નું અંતર આ સ્પેશ્યલ સમર લોકલ ટ્રેન ૧.૨૫ કલાકમાં કાપશે. અત્રે પાટણ વિકાસ પરિષદ છેલ્લા ઘણા વખતથી પાટણ ભિલડી વચ્ચે લોકલ ટ્રેન વ્યવહાર શરુ થાય તે માટે સતત પ્રયાસ-રજુઆત કરતું હતું. પાટણ ભિલડી વચ્ચે લોકલટ્રેન શરુ થતાં પાટણ વિકાસ પરિષદનાં પ્રમુખ દેવજીભાઇ પરમાર, મંત્રી હર્ષદભાઇ ખમાર અને મહાસુખભાઇ મોદીએ તેને આવકારી છે. આ ટ્રેન વ્યવહાર શરુ થતાં વચ્ચે આવતાં ગામોને આઝાદી બાદ રેલ સેવાનો લાભ મળશે ને પાટણનાં વેપાર ધંધા ઉદ્યોગોનો પણ વિકાસ થશે, તેવું વિકાસ પરિષદે એક યાદીમાં જણાવ્યું હતું.
પાટણ-ભિલડી સ્પેશ્યલ ટ્રેન નં. ૯૪૦૭ તા. ૨૦-૪-૨૩ થી તા. ૩૦-૬-૨૩ દરમિયાન પાટણથી રોજ સાંજે ૧૯.૧૬ કલાકે ઉપડશે જે ખલીપુર, કાંસા, વાયડ, શિહોરી થઇને સાંજે ૨૦-૩૦ કલાકે ભિલડી પહોંચશે.આ ટ્રેન પાટણથી સાંજે ૧૯-૧૬ એ ઉપડશે અને ભીલડીથી સવારે ૬-૧૦ કલાકે ઉપડશે...