Maha Gujarat
Other

સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત NGES કેમ્પસમાં યુવા રોજગારલક્ષી સ્વાવલંબન કેન્દ્રની શુભ શરૂઆત

Innovate, Inspire અને Initiate નો નારો આપવામાં આવ્યો

પાટણમાં શિક્ષણ સેવા ક્ષેત્રે અગ્રેસર નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, (એન.જી,ઇ.એસ.) કેમ્પસમાં આજ રોજ તા.6 માર્ચ ૨૦૨૪ ને બુધવારે કાર્યક્રમના અધ્યક્ષ અને શ્રી ડૉ. જે.એચ. પંચોલી સાહેબ, ઉદ્ઘાટકશ્રી મનોહરલાલ અગ્રવાલજી, કેમ્પસના મેનેજમેન્ટ માથી CDO પ્રો. જય ધ્રુવ,તથા ડો. અતુલભાઇ કડિયા સહિતના મહેમાનો હસ્તે સ્વાવલંબન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શિક્ષણ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ માટે રોજગારી મેળવવી એ સૌથી મોટો પ્રશ્ન હોય છે. જયારે સરકારી ક્ષેત્રમાં પણ રોજગારીની તકો સિમિત છે. આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી સિવાય અન્ય ક્ષેત્રોમાં સ્વરોજગારી પ્રાપ્ત કરી સ્વાવલંબી બને અને દેશના અન્ય યુવાનોને પણ રોજગારી આપી આત્મ નિર્ભર બનાવે, તે હેતુથી આ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. સ્વાવલંબી ભારત અભિયાન શરૂ કરનાર સ્વદેશી જાગરણ મંચ અને એન.જી.ઈ.એસ.ના સંયુક્ત ઉપક્રમે આ કેન્દ્ર રોજગારીની તકો ઊભી થાય અને રોજગારી અંગેની સરકારશ્રીની યોજનાઓનો લાભ દરેક જરૂરીયાતમંદને મળે તેવા અનેક કાર્યક્રમો ભવિષ્યમાં કરશે.


એન.જી.ઈ.એસ. સ્વાવલંબન કેન્દ્ર આર્ટ્સ-સાયન્સ કોલેજના પરિસરમાં શરૂ કરવામાં આવ્યું છે.કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના સાથે કરવામાં આવી. મહેમાનશ્રીઓનો શાબ્દિક પરિચય શ્રી જય ધ્રુવે આપેલ. સ્વદેશી જાગરણ મંચના જિલ્લા સંયોજકશ્રી અતુલભાઇ કડિયાએ અભિયાનના ઉદ્દેશ્ય ઉપર પ્રકાશ પાડેલ. ત્યાર બાદ સુમાર બાયોટેકના સ્થાપક અને કેમ્પસના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા સફળ બિઝનેશમેન શ્રી નરેશભાઇ કીરીએ યુવાનોને સરકારની યોજનાઓને સમજી અને રસ અનુસાર આગળ વધવા માટે પ્રેરણા આપી ઇન્ટરવ્યુ વગેરેમાં પણ પૂરી સજ્જતા અને આત્મવિશ્વાસ સાથે તૈયારી કરવા જણાવેલ. ત્યારબાદ કાર્યક્રમના ઉદ્ઘાટકશ્રી મનોહરલાલ અગ્રવાલજીએ વિદ્યાર્થીઓને ગુજરાતના જ નહિ પરંતુ ભારતના વિવિધ ક્ષેત્રોના સફળ યુવાનોના દૃષ્ટાંત સાથે રસપ્રદ શૈલીમાં રાષ્ટ્ર નિર્માણમાં સ્વાવલંબન બની સહયોગી થવા પ્રેરણાત્મક વિચારો રજુ કરેલ. અભ્યાસની સાથે આર્થિક ઉપાર્જન કરવા દ્વારા કુટુંબને અને દેશને આગળ લઇ જવા માટે પ્રેરણા કરેલ. સમારંભના અધ્યક્ષશ્રી ડો. જે.એચ.પંચોલી સાહેબે ગાંધીજીના સ્વરાજના સિદ્ધાંતોને યાદ કરીને વિદ્યાર્થીઓને પરાવલંબનમાંથી સ્વાવલંબન તરફ જવા માટે અપીલ કરી પોતાની સ્કીલ ઉપર વિશ્વાસ રાખી આગળ વધવા માર્ગદર્શન આપેલ. સમન્વયક શ્રી પ્રો જય ધ્રુવે આ કેન્દ્ર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં રોજગારી અંગે જાગૃતિ લાવવા ખાતરી આપેલ. ડૉ. ચિરાગભાઈ પટેલે કેન્દ્રના હેતુઓ અને ઉદ્દેશ્યોની સચોટ માહિતી પુરી પાડેલ. એન.જી.ઇ.એસ. “ સ્વાવલંબન કેન્દ્ર” કમિટીના સભ્યોએ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપેલ.

Related posts

પાટણની યમુનાવાડીનો દશાબ્દિ મહોત્સવ યોજાયો

museb

પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં અષાઢી બીજની રથયાત્રાના દિવસે પાટણના દ્વારકાધિશ મંદિરમાં વિવિધ મનોરથો યોજાશે

mahagujarat

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા G-20 અંતર્ગત Y-20 નો પાટણ તાલુકા નો યુવા સંવાદ નો કાર્યક્રમ રાજપુર ITI ખાતે યોજાયો…..

museb

માટીને નમન, વીરોને વંદન… અભિયાન અંતર્ગત પાટણ નગરપાલિકા દ્વારા આનંદ સરોવર ખાતે ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ યોજાયો

museb

પાટણમાં આયોજિત ઇન્ટરનેશનલ શિવ કથાકાર પ.પૂ.ડો.લંકેશ બાપુની શિવકથા ની પોથીયાત્રા ભક્તિ સભર માહોલમાં યજમાન પરિવારોને ત્યાંથી પ્રસ્થાન પામશે..

mahagujarat

શ્રી રોટલીયા હનુમાનજીનો પ્રથમ પાટોત્સવ-રોટલીયોત્સવ ઉજવાશે

mahagujarat

Leave a Comment