Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાષ્ટ્રીય

પાટણ-ભીલડી રેલ જોડાણ પછી હવે રૂા. 34 કરોડના ખર્ચે પાટણ રેલ્વે સ્ટેશનનું નવસર્જન-આધુનિકરણ થઇ રહ્યું છે

રાણીની વાવના સ્થાપત્યોને ઉજાગર કરતી થીમ પર પ્રવેશ દ્વાર બનશે…

આઝાદીના 75 વર્ષની ઉજવણીને યાદગાર સ્મૃતિરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની અમૃતમ્ ભારત યોજના તળે દેશના 508 જેટલા મહત્ત્વના રેલ્વે સ્ટેશનોનું નવસંસ્કરણ-આધુનિકરણ થઇ રહ્યું છે. આ પૈકી પાટણ રેલ્વે સ્ટેશન જેની 1908માં વડોદરા રાજ્ય દ્વારા શરૂઆત થઇ હતી. તે રેલ્વે સ્ટેશન સમયે સુધારા-વધારા થયા હશે પણ હવે પાટણને ભીલડી-રાજસ્થાનનું રાષ્ટ્રીય નેટવર્ક સાથે થયા પછી પાટણની રેલ્વે પ્રવાસી સુવિધાઓમાં જબરજસ્ત વધારો થયો છે. પાટણ રેલ્વે સ્ટેશનનું પણ નવસંસ્કરણ-ભવ્યતા-દી-ભવ્ય સ્ટેશન રૂા. 34 કરોડના ખર્ચે થઇ રહ્યું છે.

બુકીંગ ઓફિસ-વિશ્રામગૃહ-એસ્કેલેટર-પાર્કિંગ-અત્યાધુનિક ટેલીકોમ્યુનીકેશન સિસ્ટમ થશે…

અમૃતમ્ ભારત યોજના તળે આ પ્રકલ્પનું આજે કાર્ય ચાલે છે. પૌરાણીક પાટણને વિશ્ર્વના નકસા પર મુકતા વિશ્ર્વ વિરાસત ‘રાણી ઉદયમતિ’ની વાવની ઝાંખી કરાવે તેવું ભવ્ય પ્રવેશદ્વાર આકાર લઇ રહ્યું છે. આ રેલ્વે સ્ટેશનમાં તેમાં તમામ જન-પ્રવાસી સુવિધાઓ હશે. દેશના મહત્ત્વના રોડ લાઇન સ્ટેશન બનવા જઇ રહેલ પાટણને અનુરૂપ સુવિધાઓ થશે. જેમાં બુકીંગ ઓફિસ-વિશ્રામગૃહ-એસ્કેલેટર-પાર્કિંગ-અત્યાધુનિક, ટેલીકોમ્યુનીકેશન સિસ્ટમ વિગેરે.. વિગેરે.. થશે.

Related posts

અનાવાડા ગામે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ

mahagujarat

ચૈત્રી નવરાત્રીના દિવસોમાં પાટણના નગરદેવી શ્રીકાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં બે દિવસનો શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યનો જાજરમાન કાર્યક્રમ યોજાશે

mahagujarat

પાટણના વિદ્વાન કથાકાર દિલીપભાઇ શાસ્ત્રીની હરિદ્વાર ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન

museb

શ્રીમંત ફતેસિંહ રાવ લાઈબ્રેરી અને પાટણ નગર સેવા સદનના સહયોગથી ચાલતી પાણીની પરબનો તૃતીય વર્ષમાં મંગલ પ્રવેશ

museb

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

પાટણના વિદ્વાન કથાકાર દિલીપભાઇ શાસ્ત્રીની હરિદ્વાર ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન

museb

Leave a Comment