Maha Gujarat
IndiaMehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીયશિક્ષણ

પાટણના રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં એસ.કે. ટ્રસ્ટના પ્રફુલભાઇ કે. શાહ દ્વારા સ્માર્ટ ક્લાસનું દાન : અર્પણવિધિ કાર્યક્રમ

પાટણનું આ સાયન્સ સેન્ટર આજે સૌથી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે : ડૉ. સુમિત શાસ્ત્રી

 

પાટણ આજે જેના માટે ગૌરવ લઇ શકે તેવું રીજીયોનલ સાયન્સ સેન્ટર અને ડાયનાસોરપાર્ક પાટણ શિહોરી રોડ ઉપર આકાર પામેલ છે. આ સેન્ટરની અત્યાર સુધી 934654 જેટલા શાળાના વિદ્યાર્થીઓ-મુલાકાતીઓએ વિજીટ કરી, આ અદ્ભુત સેન્ટરને નિહાળવાનો રેકોર્ડ કરેલ છે.


આ સેન્ટરમાં આજે “સેવંતીલાલ કાન્તીલાલ ટ્રસ્ટ (એસ.કે. ટ્રસ્ટ) મુંબઇ, હસ્તે : પ્રફુલભાઇ કાન્તીલાલ શાહ તરફથી સ્માર્ટ ક્લાસનું દાન કરવામાં આવેલ. આ સ્માર્ટ ક્લાસના અર્પણવિધિ પ્રસંગે દાતા પ્રફુલભાઇ શાહ, આ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિતભાઇ શાસ્ત્રી, હર્ષદભાઇ ખમાર, અશોકભાઇ વ્યાસ, રાજ મહારાજા સહિત પ્રફુલભાઇ શાહ પરિવારના પ્રવિણભાઇ શાહ અને સુધાબેન શાહ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે ડૉ. સુમિતભાઇ શાસ્ત્રીએ આ સાયન્સ સેન્ટર વિષે વિગતે માહિતી આપેલ.

રાજ્યમાં શરૂ થયેલ આ પ્રકારના સાયન્સ સેન્ટરોમાં પાટણ સેન્ટરમાં સૌથી વધારે મુલાકાતીઓ આવ્યા હોવાનું તેમણે જણાવેલ. આ સેન્ટર પાટણની વર્લ્ડ હેરીટેઝ રાણકીવાવ સાથે પાટણનું એક સૌથી વિશેષ આકર્ષણ બન્યુ હોવાનું પણ તેમણે જણાવેલ. ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ એસ.કે. પરિવાર અને પ્રફુલભાઇનો સ્માર્ટ ક્લાસનું દાન આપવા બદલ આભાર માન્યો હતો.
આ પ્રસંગે સાયન્સ સેન્ટરના ફેીસલીટી મેનેજર જીત પટેલ, મેન્ટેન્સ મેનેજર હરેશ પટેલ, કોમ્યુનિકેશન મેનેજર ઉજ્જવલકુમાર, ટેક્નીકલ આસિસ્ટન્ટ જનક તપોધને પણ હાજર રહી પૂરક માહિતી પૂરી પાડેલ.

Related posts

પાટણમાં તુલસી વિવાહ – દેવ દિવાળીનો ઉત્સવ ભવ્ય શ્રદ્ધાથી ઉજવાયો

museb

સુગમ સંગીત સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી હ્રીં ધ્વનિ સંગીત મહાવિદ્યાલયની કુ. શિખા નાયક

mahagujarat

હાલ ૨૦ એપ્રિલથી ૩૦ જૂન સુધી દોડશે આખરે પાટણ-ભિલડી લોકલ ટ્રેનનો પ્રારંભ થયો

mahagujarat

પાટણ નગરના સ્થાપના ૧૨૮૦મા દિનની ઉજવણી : શોભાયાત્રા યોજાઇ

museb

રિજીયોનલ સાયન્સ સેન્ટર, ચોરમારપુરા, પાટણ ખાતે સમર કેમ્પમાં ડૉ.આશુતોષ પાઠકનુ સાયન્ટિફિક રાઈટીંગ વિષય પર વ્યાખ્યાન યોજાયું

mahagujarat

પાટણનાં જૈન જ્ઞાનમંદિર ખાતે જ્ઞાન સેમિનાર યોજાયો

museb

Leave a Comment