Maha Gujarat
MehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

ચતુરભાઈ હીરાભાઈ પટેલ (દેહદાતા) ની પ્રાર્થના સભા યોજાઇ


ભાજપ ના પ્રદેશના પૂર્વ મહામંત્રી શ્રી કે સી પટેલ ના પિતાશ્રી ચતુરભાઈ હીરાભાઈ પટેલ નું ગત તારીખ 9. 3. 2023 ના રોજ 88 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમના સુપુત્રો દ્વારા પાટણની ધારપુર મેડિકલ કોલેજ ખાતે તબિબી વિદ્યાર્થીઓનાં અભ્યાસ માટે પૂ.ચતુર કાકાના દેહનું દાન કરવાનો પ્રશંસનીય નિર્ણય કરવામાં આવ્યો હતો,અને તેમનાં દેહ નું દાન કરવામાં આવેલ. આજે પાટણના શાકાર પાટ્ટી પ્લોટ ખાતે ચતુરભાઈ પટેલની પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. આ પ્રાર્થના સભામાં પાટણ શહેરના નાગરિકો, ભાઈઓ, બહેનો ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ સાહિત સમગ્ર રાજ્ય ભરમાંથી ભાજપા અગ્રણીઓ , સહકારી આગેવાનો, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો

,કાર્યકરોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી ચતુરભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. અત્રે યાદ રહેકે ભાજપ અગ્રણી શ્રી કે સી પટેલ ભાજપના એક અદન કાર્યકર થી કાર્ય શરુ કરી પાટણ પાલિકાના કોર્પોરેટર,પાટણ નગરપાલિકાના પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, જિલ્લા પ્રમુખ તેમજ પ્રદેશ કક્ષાએ ભાજપના પ્રદેશ મહામંત્રી ઉપરાંત સંગઠન માં ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ નિષ્ઠાપૂર્વક વર્ષો સુધી કામ કર્યું છે .શ્રી કે સી પટેલની આ લોકપ્રિયતાના કારણે રાજ્યભર માંથી આજે ભાજપના કાર્યકરો, અગ્રણીઓ પૂર્વ મંત્રીઓ ,ધારાસભ્યો સહકારી આગેવાનો એ આ પ્રાર્થના સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. શ્રી કે સી પટેલ ના પિતાશ્રી ચતુરભાઈ પટેલ પણ આમ જનતા સાપ્તાહિકના તંત્રી તરીકે આજીવન કામ કરી તેઓ ખૂબ જ સાદગી ભર્યું પ્રમાણિક જીવન જીવ્યા હતા. આ પ્રાર્થના સભાના કાર્યક્રમમાં કે સી પટેલ ,તેમના માતૃશ્રી ગંગાસ્વરૂપ. ઉગરીબેન પટેલ ,લઘુબંધુ જીતેન્દ્રભાઈ પટેલ, ડો. નૈતિક કે પટેલ, નિહાર જે પટેલ સહિત સમગ્ર પરિવારજનોનેસૌ એ સાંત્વના પાઠવી હતી. ચતુરભાઈ પટેલને પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

આ પ્રાર્થના સભા માં પાટણના પ્રખ્યાત કલાકાર કમલેશ સ્વામી અને તેમના કલાવૃંદ દ્વારા ભજનો અને સ્મરણાંજલિકા ગીતો રજૂ કરવા માં આવેલ

Related posts

ધોળકા ખાતે કેડિલા ફાર્માસ્યુટીક્લ્સ પરિસરમાં સનાતન ધર્મધામ મંદિરનું નિર્માણ : ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

mahagujarat

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141મી ભવ્ય રથયાત્રા નિકળશે

mahagujarat

શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના પુરક શિક્ષણ વર્ગના વિદ્યાર્થીઓનો વિદાય-શુભેચ્છા સમારંભ યોજાયો

mahagujarat

પાટણના અગાશીયા વીરદાદા મંદિરનાો પાટોત્સવ યોજાયો…

mahagujarat

પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને જાગૃત સેવક લાલેશભાઈ ઠક્કર ના પિતાશ્રી દલપતભાઈ ઠક્કરે દેહ દાન આપવાનો સંકલ્પ જાહેર કર્યો.

mahagujarat

રાજયસભાના સાંસદ બાબુભાઈ જે. દેસાઈનો સન્માન કાર્યક્રમ યોજાશે

museb

Leave a Comment