February 12, 2025
Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીયવિડિયો

પાટણમાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રની સ્થાપનાનાં સુવર્ણજયંતિના ત્રિવિધ અવસરની ઉજવણી કરાઇ

પાટણમાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રની સ્થાપનાનાં સુવર્ણજયંતિના ત્રિવિધ અવસરની ઉજવણી કરાઇ

આ ભવન માત્ર જોવા માટે નથી, જે આ ભવનમાં આવશે તેઓ શિક્ષા મેળવશે અને તેઓ પર પરમાત્માનાં આશિર્વાદ રહેશે: બ્ર.કુ.શ્રી આશાદીદી

કેબિનેટમંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યાં
મંગલમૂર્તિ સભાગૃહનું દિવ્ય દર્શન ભવનનું ઉદ્ઘાટન

પાટણ- ઊંઝા હાઇવે પર હાંસાપુર નજીક નવનિર્માણ પામેલા બહુશ્રુત આધ્યાત્મ કેન્દ્ર બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના ભવ્ય અને પવિત્ર ભવનના મંગલમૂર્તિ સભાગૃહ પાટણના સેવા કેન્દ્રની સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ થતા હોવાથી તેનો સુવર્ણ જયંતિ મહોત્સવ અને આ સંસ્થાના સ્થાપના કાળથી આજ દિન સુધી અત્રેથી વિશ્વ સેવા માટે નીકળેલા કાર્ય સેવા રત્નોનું સન્માન એમ ત્રિવેધ અવસર સમારોહ આજરોજ યોજાયો. આ સમારોહના ઉદ્ઘાટક તરીકે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે હાજરી આપી હતી.


રવિવારના રોજ સવારે મંગલમૂર્તિ સભાગૃહનું દિવ્ય દર્શન ભવન ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ખોડાભા હોલ પાટણ ખાતે ગીત સંગીત અને પછી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજે મને એ વાતનો આનંદ છે કે ૫૦ વર્ષ પહેલા જે શુભ શરૂઆત થઈ હતી તેનો આજે અનેક ઘણો વિકાસ થયો છે. આ વિકાસમાં જેઓનો સહયોગ છે તે તમામને હું અભિનંદન પાઠવું છું. બ્રહ્માકુમારી દીદી અને ભાઈઓ દ્વારા વ્યસનમુક્તિ-તનાવ મુક્તિના કામો મેં મારી નજર સમક્ષ જોયા છે. આખી જિંદગી સમાજ માટે આપવાની જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેને ખરેખર બિરદાવવાનું મન થાય. બ્રહ્માકુમારી દ્વારા ખૂબ જ ઉમદા કાર્યો થાય છે. આ કામોમાં સરકારની જરૂર પડે તો તેઓની મદદ કરવા માટે અમે હર હંમેશ તૈયાર છીએ.


કાર્યક્રમમાં ઉપસ્થિત રાજયોગીની બ્રહ્માકુમારી આશા દીદીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, આજે અહીં ઉપસ્થિત આપ સૌ ધન્યવાદને પાત્ર છો કારણ કે તમારો પ્રેમ ભગવાને સ્વીકાર્યો છે. આશા દીદીએ માયાવી રાવણનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે,આજે આપણે સૌ પણ એક જાળમાં ફસાયા છીએ અને તે જાળ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઉપયોગી છે, પરંતુ તેમાં માનવતા અને દિવ્યતા નથી. તેનો ઉપયોગ કરો પરંતુ પોતાની બુદ્ધિને તેની આગળ સમર્પિત ન કરો. આ નવ નિર્માણ ભવન માત્ર જોવા માટે નથી જે તેમાં જશે તે શિક્ષા મેળવશે અને તેમના પર પરમાત્માના આશીર્વાદની વર્ષા થશે. દિવ્યતા પવિત્રતા અને દિવ્ય દર્શન આપણે સૌ આ ભવનમાં કરી શકીશું. તો આવો આ યજ્ઞ કુંડથી સ્વયં ને દિવ્ય બનાવીએ. જે આ ભવનમાં આવે તેમને દુઆ આપો અને દુઆ લો. આજના કાર્યક્રમમાં રાજયોગીની બ્ર.કુ.આશાદીદી, બ્ર.કુ.શીલુદીદી, બ્ર.કુ.ચંદ્રિકા દીદી,બ્ર.કુ.સરલાદીદી, બ્ર.કુ.નીલમદીદી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન, પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પાટણ પુર્વ કલેક્ટર શ્રી ભાડ, આગેવાનો દશરથજી ઠાકોર, મોહનભાઈ પટેલ, બ્રહ્માકુમારીઝ સંસ્થાના અનેક સેવાદારો, અનુયાયીઓ, તેમજ પાટણનાં પ્રતિષ્ઠિત નાગરીકો ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

પાટણનાં નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યનો દ્વિદિવસીય સંગીત સમારોહ યોજાશે

mahagujarat

મણુંદ-સંડેર બાદ બાલીસણામાં ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન

museb

પાટણ લોકસભાની સીટ ઉપર ભાજપના ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના ચંદનજી ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ જામશે

museb

પાટણમાં આયોજિત ઇન્ટરનેશનલ શિવ કથાકાર પ.પૂ.ડો.લંકેશ બાપુની શિવકથા ની પોથીયાત્રા ભક્તિ સભર માહોલમાં યજમાન પરિવારોને ત્યાંથી પ્રસ્થાન પામશે..

mahagujarat

પાટણથી આવતી – જતી ટ્રેનોનું સમય પત્રક….

mahagujarat

પાટણની યમુનાવાડીનો દશાબ્દિ મહોત્સવ યોજાયો

museb

Leave a Comment