પાટણ શહેરની દ્વારકાધિશની હવેલી મંદિર ખાતે ૨વિવારે પ.પૂ.ગો. શ્રી વ્રજેશ બાવા ને વૈષ્ણવ પરિવારો દ્વારા ભાવાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
વૈષ્ણવ હૃદય સમ્રાટ અનંત વિભૂષિત બ્રહમર્ષિં પ.પૂ. ગોસ્વામી ૧૦૮ વ્રજેશકુમા૨જી મહારાજ (કાંકરોલી નરેશ) તાજેતરમાં નિત્ય લીલા પ્રવેશ કરી ગયા છે. તેનાં સંદર્ભમાં વૈષ્ણવો પોતાનાં હૃદયનો ભાવ પ્રગટ કરી શકે તે માટે પાટણના દ્વારકાધિશ મંદિરમાં ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું.
આ પ્રસંગે શ્રી દિલીપભાઇ શાસ્ત્રીજી સહિત, મંદિરના ટ્રસ્ટીઓ, વૈષ્ણવ પરિવારજનોએ પૂ. બાવાજીનાં સન્માનમાં ગુણાનુવાદ કરીને તેમને શબ્દાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહયા હતા. જ્યારે રામજી મંદિર હોલમાં બાલકૃષ્ણલાલજી મંદિર દ્વારા પણ ભાવ વંદના યોજવામાં આવી હતી. નિમિષાબેન પરીખ, મંજૂબેન સાલવી, કિરીટભાઇ ખમારે ભાવવંદના કરી હતી.