સત્સંગ હૉલ-ઓફિસ પરિસર, નવસર્જન કાર્યોનું ઉદ્ઘાટન
પાટણના મીરા દરવાજા-પદ્મનાભ રોડ ઉપર આવેલ અગાશીયા વીરદાદા મંદિરનો પાટોત્સવ ગઇકાલે યોજાયો હતો. સાથે આ મંદિર સંકુલમાં દાતા ત્રિભોવનભાઇ ધનજીભાઇ પટેલ મૂ. રહે. અઘાર, હાલ – વડોદરાના મુખ્યદાનથી બનાવવામાં આવેલ સત્સંગ હૉલ-ઓફિસ સંકુલનું ઉદ્ઘાટન સાથે વાસ્તૂપૂજન અને નવચંડીયજ્ઞ પણ યોજવામાં આવેલ.
પાટણ અગાશીયા વીર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ નવીન બનેલ ‘સત્સંગ હૉલ’નું ઉદ્ઘાટન પૂ.શ્રી વસંતગીરી બાપુના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે યોજાયેલ નવચંડી યજ્ઞના મુખ્ય યજમાન તરીકે હરેશભાઇ વીરચંદભાઇ જોષી પરિવાર હતા. સાંજે યજ્ઞની પૂર્ણાહૂતિ બાદ ભોજન સમારંભ રખાયેલ. યજ્ઞવિધી પાટણના વિદ્વાન શાસ્ત્રી દિલીપભાઇ આચાર્ય તથા સાથી ભૂદેવોએ કરાવેલ.
અગાશીયાવીર દેવસ્થાનના ટ્રસ્ટીઓ ડૉ. નિખીલ ખમાર, કિરીટભાઇ ખમાર, હિતેશ ખત્રી, રોનકભાઇ જોષી, બાબુભાઇ પટેલ, પૂજારી દશરથભાઇ વિગેરેએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
આ મંદિર સંકુલનું નવ સાધ્યકરણ કરવામાં આવી રહ્યું છે. તેનો પ્રારંભ સાવ સામાન્ય વ્યક્તિ એવા શ્રી ચંદ્રવદન પરીખે રૂા. ૧ લાખનું માતબર દાન કર્યું હતું, આ પછી સતત દાનનો પ્રવાહ વહી રહ્યો છે. સંકુલના બાંધકામ માટે એન્જિનિયર ભરતભાઇ પટેલ નિ:શુલ્ક સેવાઓ આપી રહ્યા છે. ખૂબ જ સુંદર ભવ્ય સત્સંત હૉલનું નિર્માણ થયું છે.
(અહેવાલ : હર્ષદ ખમાર)