પાટણ ખમાર જ્ઞાતિના ધો. 1થી 12 સુઘી ના તેજસ્વી તારલાઓને સન્માન કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
પાટણ ખમાર જ્ઞાતિના ધોરણ-1 થી 12 સુધીના તેજસ્વી તારલાઓને ઇનામો અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવાનો કાર્યક્રમ પાટણ ખમાર સમાજની વાડી ખાતે ગઇ તારીખ 24મીના રવિવારે પાટણ ખમાર જ્ઞાતિના પ્રમુખ હર્ષદભાઈ ખમારના માર્ગદર્શન નીચે યોજાઇ ગયો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પાટણના વતની અને અમેરિકા રહેતા શ્રી ભુપેન્દ્રભાઈ મંગળદાસ ખમાર ખાસ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમના પારંભે હર્ષદભાઇ ખમારે સ્વાગત પ્રવચન કરી, સાથે જ્ઞાતિના બાળકોમાં સારુ શિક્ષણ માટે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવાનું અને જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસ માટે જ્ઞાતિ દ્વારા મદદરૂપ બનવાની વાત કરીહતી.આ માટે અમેરિકા વસતા ભુપેન્દ્રભાઈ મંગળદાસ ખમાર પરિવારે પણ મદદરૂપ બનવાની ખાતરી આપી હોવાનું જણાવેલ. પાટણ જ્ઞાતિના અગ્રણી, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ મેનેજર અને પાટણની પ્રખ્યાત ઓક્સફર્ડ સ્કુલના ટ્રસ્ટી જગદીશભાઈ ખમારે વર્તમાન સમયમાં સારું શિક્ષણ મેળવવાની ખૂબ જ આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું.
આગામી આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ખમાર જ્ઞાતિની વાડીમાં આવેલ રામજી મંદિરમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યું.
તેઓ અને તેમની ઓક્સફર્ડ સંસ્થા વતી સમાજના વિદ્યાર્થીઓને શિહેલ. આ કાર્યક્રમનું સુંદર સંચાલન હેમંત કાટવાલા અને પારસ ખમારે કરેલ. આ પ્રસંગે પારસ ખમારે આગામી 22 જાન્યુઆરી એ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થનાર છે, એ દિવસે પાટણ ખમાર જ્ઞાતિની વાડીમાં આવેલ રામજી મંદિરમાં આખા દિવસના યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. રજૂઆત બાદ આ કાર્યક્રમના બંને સમયના ભોજનદાતા, આંગીનાદાતા તુરત નોંધાયી ગયા હતા. આ કાર્યક્રમ માટે પણ પાટણના જ્ઞાતિજનોએ ખૂબજ ઉદાર હાથે તુરત ફાળો નોંધાવેલ હતો 22 જાન્યુઆરીએ ભવ્ય કાર્યક્રમ યોજવાનું નક્કી થયેલ.