Maha Gujarat
IndiaMehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

પાટણનું કહેવાતું આઇકોનીક બસ સ્ટેશન : કામ ક્યારે પૂર્ણ થશે?


બસ સ્ટેશનની જગ્યાએ મોટામોટા શોપીંગ મોલ-દુકાનો બની રહી છે
પાટણનું શહેર મધ્યે આવેલ બસ સ્ટેશન આધુનિક એરપોર્ટ ટાઇપનું બનાવવાના વાયદા કરી આ બસ સ્ટેશનને હાઇવે ઉપર ખસેડી બસ સ્ટેન્ડની આ જગ્યા વર્ષ-૨૦૧૮માં ખાનગી કોન્ટ્રાક્ટરને આપી નવું બસ સ્ટેશન બનાવવાનું કામ શરૂ કરાયું હતું.

પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે જણાવ્યું હતું કે, ૨૦૧૮માં શરૂ કરાયેલ આ બસ સ્ટેશનનું કામ ૨૦૨૦માં પૂર્ણ કરવાનું હતું બાદ ૧ વર્ષની મુદ્દત લંબાવવામાં આવી જેને પણ બે વર્ષ પૂર્ણ થઇ ગયા છતાં આ બસ સ્ટેશનનું કામપૂર્ણ થયું નથી. નજરે જોતા નજીકના ભવિષ્યમાં પૂર્ણ થાય તેવું લાગતું નથી.
એમાંય બસ સ્ટેન્ડના ૯૦ ટકા જેટલી જગ્યામાં વિશાળ મોટા મોટા શોપીંગ સેન્ટર ટાઇપના બિલ્ડીંગો બની રહ્યા છે. ભૂતકાળમાં ૫૦ વર્ષ પહેલા આ જગ્યાએ વિશાળ બસ સ્ટેશન, ડેપો બનાવવામાં આવેલા જે પાટણ શહેર જિલ્લા અને યુનિવર્સિટીનું મુખ્યમથક બનતા આ બસ સ્ટેશન પણ નાનું પડતું હતું.
જેને આધુનિક સુવિધા સભર બનાવવાના બદલે ૮૦ થી ૯૦ ટકા જેટલી જગ્યાએ સિમેન્ટ, કોક્રીંટનું જંગલ ઉભું કરી આગળ મોટા મોટા શોપીંગ કોમ્પ્લેક્ષો બની રહ્યા છે. વળી છેલ્લા પાંચ વર્ષ કરતાં વધું સમયથી આ બસ સ્ટેશન હાઇવે ઉપર ખસેડવાના કારણે મુસાફરોને શહેરમાં આવવા-જવા ઊંચા રીક્ષા ભાડા ચૂકવવા પડે છે, હાડમારી ભોગવે છે તે અલગ. પાટણ શહેર મધ્યે આવેલા બસ સ્ટેશનના કારણે પાટણ શહેરના નાના-મોટા વેપાર-ધંધાને પણ છેલ્લા પાંચ વર્ષમાં ભારે અસર થઇ છે, વેપારીઓ દબાયેલા અવાજે રોષ વ્યક્ત કરે છે પણ ગભરાટમાં અવાજ ઉઠાવવા આગળ આવતા નથી.
ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમઆદમીના ઉમેદવારે પાટણના આ બસ સ્ટેશનનો આ મુદ્દો બનાવ્યો હતો, પરંતુ ચૂંટણી પછી કોંગ્રેસ-આમઆદમી પણ આ મુદ્દો ભૂલી ગયું છે. ૧૫૬ની જંગીબહુમતી આવતા ભાજપને આવા પ્રશ્ર્નોની કંઇ પડી નથી.

પાટણના વેપાર-ધંધાનું સમગ્ર અર્થતંત્ર આ બસ સ્ટેશનને આધારિત છે …

ભાજપના ઉમેદવાર રાજુલબેન દેસાઇએ આ નવા બસ સ્ટેશનની મુલાકાત લઇ પરિસ્થિતિ જાણી

જિલ્લા મથક પાટણ ખાતે છેલ્લા કેટલાય સમયથી બની રહેલ નવિન આઇકોનીક બસ સ્ટેશનની ગોકળગતિએ ચાલતી કામગીરીને લઇને વેપારીઓ તેમજ નાગરિકોમાં અનેક પ્રશ્ર્નો ઉઠવા પામ્યા છે અને આ નવું બસ સ્ટેશન ક્યારે પૂરું થશે અને ક્યારે અહીંથી એસટી બસો દોડતી થશે તેને લઇને લોકોમાં ચર્ચાઓ જાગી છે ત્યારે ભાજપના મહિલા અગ્રણી અને ગત વિધાનસભામાં ભાજપના ઉમેદવાર રાજુલબેન દેસાઇએ આ નવા બંધાઇ રહેલા બસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઇ તેની જાણકારી મેળવી હતી. પાટણમાં કેટલાય વર્ષથી બંધાઇ રહેલા અદ્યતન એસટી બસ સ્ટેન્ડની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવી પાટણના નગરજનો સહિત વિસ્તારના વેપારીઓમાં ઉગ્ર માંગ પ્રવર્તી રહી છે ત્યારે આ નવીન બસ સ્ટેન્ડની કામગીરી કેમ વિલંબિત બની છે અને હવે કેટલી કામગીરી બાકી છે તેની હકીકત જાણવા રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય ડૉ. રાજુલ દેસાઇએ રૂબરૂ સ્થળ મુલાકાત લીધી હતી. તેઓએ મુલાકાત દરમિયાન નવીન બસ સ્ટેન્ડના કામનું જાત નિરિક્ષણ કરી અત્રેના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી જાણકારી મેળવી હતી અને આ નવીન બસ સ્ટેન્ડ સત્વરે અને નિયત સમય મર્યાદામાં પૂરું કરવા જરૂરી માર્ગદર્શન સૂચના આપી હોવાનું જાણવા મળે છે.

Related posts

પાટણની શ્રી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

mahagujarat

ભારત આવતા દિવસોમાં વિશ્ર્વગુરૂ બનશે : 2035 સુધીમાં યુગપુરુષ શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાત સહિત દેશમાં ઠેરઠેર મંદિરો બનશે : શ્રી હિતેન્દ્ર પટેલ

mahagujarat

પાટણના શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં બિરાજતાં શ્રી ક્ષેમંકરી માતાજીનો મહાઅભિષેક તથા યજ્ઞ યોજાયો

mahagujarat

માટીને નમન, વીરોને વંદન… અભિયાન અંતર્ગત પાટણ નગરપાલિકા દ્વારા આનંદ સરોવર ખાતે ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ યોજાયો

museb

ડૉ.આશુતોષ પાઠકનુ બી.ડી.એસ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજ, પાટણની વાર્ષિક એન.એસ.એસ ની શિબીરમાં બૌદ્ધિ વ્યાખ્યાન યોજાયુ.

mahagujarat

આશા, સંવાદિતા, શાંતી અને સ્થીરતા ને સાચા અર્થમા ચરિતાર્થ કરતું પ્રમુખ પદ એટલે ભારતની જી ૨૦ની અધ્યતા – ડૉ.આશુતોષ પાઠક

mahagujarat

Leave a Comment