Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીયશિક્ષણ

પાટણની નર્તન નૃત્ય ક્લા સંસ્થા દ્વારા ચિ. અવની, ચિ. ધ્યાની અને ચિ. ખુશી ભરત નાટ્યમ્ આરંગત્રમ્ની પ્રસ્તુતિ હેમ. ઉ.ગુ. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કરાશે

સંગીતની નગરી પાટણ શહેરમાં રવિવારના રોજ સવારે ૯-૩૦ કલાકના સમયે હેમ. ઉ.ગુ.  યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ભારતીય સંસ્કૃતિ વારસાનું અભિન્ન અંગ ભરત નાટ્યમ્ આરંગત્રમ્ ની પાટણની નર્તન નૃત્ય કલા સંસ્થા દ્રારા પ્રસ્તુતિ કરવામાં આવનાર છે.

જેમાં નૃત્ય કલાગુરુ શ્રીમતી મોના નાયક અને ધ્વની નાયક ના માર્ગદર્શન હેઠળ ચિ.અવની, ચિ. ધ્યાની અને ચિ. ખુશી તેમની નૃત્ય આરાધનાના માધ્યમથી પોતાની કલાને આરંગેત્રમ દ્વારા ભગવાનશ્રી નટરાજ તથા ગુરુને સમર્પિત કરશે.

નૃત્યની અભિવ્યક્તિના આ શુભ અવસરને બિરદાવવા તથા શુભાશીષ પાઠવવા કાર્યક્રમ ના અધ્યક્ષ પદે ડૉ. કિશોરભાઈ સી. પોરિયા કુલપતિ હેમ.ઉ. ગુ. યુનિ. પાટણ, ઉદ્ઘાટક પદે ડૉ.સ્મૃતિબેન વાઘેલા આસી. પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ,ફેકલ્ટી ઓફ પરફોર્મીંગ આર્ટ્સ એમ. એસ. યુનિવર્સિટી,વડોદરા, અતિથિ વિશેષ પદે નારણભાઈ એલ.ઠક્કર,ટ્રસ્ટી જલારામ સેવા ટ્રસ્ટ પાટણ ખાસ ઉપસ્થિત રહેનાર હોવાનું ભરત નાટ્યમ્ ના આયોજિત કાર્યક્રમમાં નિમંત્રક બંટુભાઈ આર.રાણા, આરતી રાણા, હષૅ, રાકેશ બી ઠક્કર, ડૉ. નિખિલ ખમાર, ડૉ. નિયતિ ખમાર, કિંજલ ઠક્કરે જણાવ્યું હતું.

 

 

Related posts

પાટણની શ્રીમંત ફતેહસિહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા નવિન વિભાગનું લોકાર્પણ તેમજ અભિવાદન સમારોહ યોજાયો

mahagujarat

પાટણ નગરપાલિકામાં વેરા વસુલાતના પ્રથમ દિવસે જ સોફ્ટવેર ખોવાઈ પડતા કામગીરી અટવાઈ

museb

એલ. એન. કે. કોલેજ ઓફ એજ્યુકેશન, પાટણની ગોલ્ડ મેડલમાં હેટ્રિક…

museb

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય પાટણ સેન્ટર સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરશે

museb

આ વખતે વિશ્ર્વપ્રસિધ્ધ પટોળાના વસ્ત્રો પરિધાન કરી સૌ પ્રથમવારભગવાન જગન્નાથજી પાટણ નગરની પરીક્રમાએ નિકળશે

mahagujarat

શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના પુરક શિક્ષણ વર્ગના વિદ્યાર્થીઓનો વિદાય-શુભેચ્છા સમારંભ યોજાયો

mahagujarat

Leave a Comment