Maha Gujarat
OtherPatanજગ્યાજિલ્લોરાજકીય

પાટણ જિલ્લાની સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા બદલી થયેલ કલેક્ટરશ્રી સુપ્રિતસિંહ ગુલાટી સાહેબનો વિદાય શુભેચ્છા સમારંભ યોજાયો

આપણે એટલા સદનસીબ છીએ કે, કોરોના કાળમાં આપણા જિલ્લાને સુપ્રિતસિંહ ગુલાટી સાહેબ જેવા કલેક્ટર મળ્યા જો ગુલાટી સાહેબ આપણને ના મળ્યા હોત તો આપણા જિલ્લાનો મૃત્યુ આંક બમણો હોત – સ્નેહલ પટેલ

પાટણ જિલ્લા કલેકટર તરીકે પ્રશંસનીય કામગીરી કરનાર આઈએએસ અધિકારી તરીકે સુપેરે કામગીરી નિભાવનાર સુપ્રીત સિંઘ ગુલાટીની ગાંધીનગર ખાતે બદલી થતાં અને તેઓની જગ્યાએ નવનિયુક્ત થયેલા કલેકટરને સોમવારના રોજ કલેકટર કચેરીના નવીન કોન્ફરન્સ હોલ ખાતે પાટણ શહેરની વિવિધ સેવાકીય, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓ દ્વારા આભાર દર્શન સાથે વિદાય સન્માન સાથે આવકાર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

 

શાંત સૌજન્યશીલ સ્વભાવ ધરાવતા અને કોરોના કાળમાં ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરી લોકચાહના પ્રાપ્ત કરનાર જિલ્લા કલેક્ટર શ્રી સુપ્રિતસિંહ ગુલાટીનું સન્માન કરવા પાટણની અનેક સંસ્થાના અગ્રણીઓ, પ્રતિનિધિઓ, હોદ્દેદારો એકઠા થયા હતાં. આ પ્રસંગે પાટણ શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંધ ગુલાટી દ્વારા પાટણ શહેર અને જિલ્લામાં લોકો સાથે સુમેળભર્યા વ્યવહારથી કરાયેલા કામોની સૌએ મુકત મને પ્રસંસાઓ કરી કોરોનાના કપરા સમયમાં એક અધિકારી તરીકે નહીં પરંતુ પરિવારના સભ્ય તરીકે નાનામાં નાના વ્યક્તિ સાથે ઉભા રહી લોકોના દિલ જીત લઈને છેક સાંતલપુર વિસ્તારના છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવી ખેડૂતોની વેદના સાંભળનાર કલેકટર સુપ્રિતસિંધ ગુલાટીની વિદાયને સૌએ વસમી ગણાવી હતી.


પાટણ કલેકટર તરીકે સુંદર કામગીરી કરી વિદાય લઈ રહેલા સુપ્રીતસિંગ ગુલાટી નું પાટણ ની વિવિધ સંસ્થાઓ સાથે ગુજરાત પ્રદેશ ભાજપના પૂવે મહામંત્રી કે. સી. પટેલ, ડો. રામાવત દ્વારા વિવિધ મોમેન્ટો, શાલ, બુકે આપી સન્માનિત કરી વિદાયમાન આપી કલેકટર ની પાટણ શહેર અને જિલ્લામાં કરાયેલ કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને પાટણની અગ્રણી પ્રતિષ્ઠીત સંસ્થાઓ જેવી કે મા સરસ્વતી સેવા સમિતિમાંથી શ્રી કે.સી. પટેલ, રેડક્રોસ સોસાયટી પાટણના પ્રમુખ ડૉ. અરવિંદભાઇ પટેલ, ડૉ. મોનીશ શાહ, વેપારી મંડળના મહાસુખભાઈ મોદી, સિધ્ધહેમ સેવા ટ્રસ્ટના પ્રમુખ સ્નેહલ પટેલ, કિશોર મહેશ્ર્વરી, રામરહીમ અન્નક્ષેત્રમાંથી યતિનભાઇ ગાંધી, હસમુખ પટેલ, પાટણ વિકાસ પરિષદ સંસ્થા વતી હર્ષદભાઇ ખમાર, ભારત વિકાસ પરિષદમાંથી પારસ ખમાર, શાંતિભાઇ સ્વામી, રોટરી કલબ પાટણમાંથી બાબુભાઇ પ્રજાપતિ, જલારામ સેવા ટ્રસ્ટમાંથી નારાયણભાઇ ઠક્કર, જગદીશ મંદિરના પ્રમુખ પિયુષ આચાર્ય, જૈનઅગ્રણી ધીરૂભાઇ શાહ, એક્ટીવગ્રૃપના પ્રમુખ સહિત મૌલિક સુખડીયા, રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુરના કરશનજી જાડેજા, રાધનપુરના અગ્રણી નવીનભાઇ ઠક્કર સહિતના અનેક અગ્રણીઓ-સંસ્થાઓના પ્રતિનિધી હાજર રહેલ. આ પ્રસંગે નવનિયુક્ત કલેકટરને સ્નેહ સભર આવકાર પણ અપાયેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન કરનાર યતિનભાઇ ગાંધીએ સ્વાગત પ્રવચન કરી કલેકટરશ્રી સુપ્રિતસિંહ ગુલાટીની ત્રણ વર્ષની કામગીરીનો સુંદર ચિતાર આપેલ. આ કાર્યક્રમનું સંચાલન રીલાયન્સ ફાઉન્ડેશનના મુકેશ દેસાઇએ કરેલ.

Related posts

જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા અને ભાવિ પેઢીના પર્યાવરણના રક્ષણ માટે રાજયમાં સોલાર પાર્કના નિર્માણનો નવતર અભિગમ

mahagujarat

તૃતીય પીઠાધીશ પદે ડો. વાગીશકુમારજી મહારાજશ્રીનું વિધિવત કાંકરોલી ખાતે ગાદીતિલક થયું

museb

અસ્તિત્વનો જંગ ખેલી રહેલા પાટણનાં ઐતિહાસિક કિલ્લાની દિવાલો કલેકટરશ્રીનાં સૂચનોનો સહેજ પણ અમલ થયો નથી

museb

પાટણના જિલ્લા કલેકટરશ્રી એ પાટણનાં વિશ્ર્વપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારની મુલાકાત લીધી : કલેક્ટર શ્રી અરવિંદ વિજયન અભિભૂત થયા

museb

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં બે કડીયાનાકા ખાતે ભોજન કેન્દ્રોનો શુભારંભ

mahagujarat

હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો.

mahagujarat

Leave a Comment